મોંઘવારીમાં રાહત: પેટ્રોલમાં 2 રૂપિયા અને ડિઝલમાં 50 પૈસાનો ઘટાડો

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં કાચા તેલનાં ભાવમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 2 રૂપિયા જ્યારે ડીઝલમાં 0.50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલનાં નવા ભાવ આજ મધરાતથી લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ મહિને પેટ્રોલ કંપનીઓ દ્વારા કરાયેલો આ સતત ત્રીજો ઘટાડો છે. 

દિલ્હીમાં સ્થાનિક ટેક્ષ સહિત પેટ્રોલની કિંમત હવે 63.20 રૂપિયાથી ઘટીને 61.20 રૂપિયા પ્રતિ લીટર રહેશે. જ્યારે ડીઝલનો ભાવ 44.95થી ઘટીને 44.45 રૂપિયા પ્રતિ લિટર રહેશે.

પેટ્રોલિયમ કંપનીઓએ આ અગાઉ 15 ઓગષ્ટનાં રોજ પેટ્રોલની કિંમતમાં 1.27 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 1.17નો ઘટાડો કર્યો હતો. ત્યારે 1 ઓગષ્ટનાં રોજ પણ પેટ્રોલનાં ભાવમાં 2.43 અને ડિઝલમાં 3.60નો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બરનાં રોજ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝની બેઠક યોજાનાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચીનનાં અર્થતંત્રમાં પડી રહેલા ગાબડાને કારણે કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની માંગમાં ભારે ઘટાડો થયો છે. તેલ બજારમાં ઇરાન પણ પરત ફરતા કાચા તેલની કિંમતમાં ખાસ અસર અસર પડી છે. 

You might also like