મૈનપુરીમાં ગૌહત્યાની અફવા બાદ હિંસાઃ ૨૧ની અટકાયત

આગરાઃ દાદરીમાં એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવને લઇને ગરમી શાંત થઇ નથી ત્યારે ઉત્તર પ્રદેશમાં મૈનપુરીમાં પણ હવે હિંસા ભડકી ઉઠી છે. ગૌ હત્યાને લઇને હિંસાની શરૂઆત થઇ હતી. દેખાવકારોએ મોટી સંખ્યામાં પોલીસ વાહનોને આગચાંપી દીધી હતી. દુકાનોમાં પણ આગ ચાંપવામાં આવી હતી. હિંસક ઘટનાઓમાં સાત લોકોને ઇજા થઇ છે. કુલ ૨૧ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. 

સર્કલ ઓફિસરને ઉદાસીનતા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૌહત્યાની અફવા કેટલાક લોકોએ ફેલાવ્યા બાદ હિંસાની શરૂઆત થઇ ગઈ હતી. કોમી હિંસાને લઇને ખળભળાટ મચી ગયો હતો. જો કે, મોડેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, ગાયનું મોત માંદગીના કારણે થયું હતું. અફવા ફેલાતાની સાથે જ નાગરિયા ગામના લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. 

જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રપાલસિંહે કહ્યું છે કે, તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મેઇનપુરીમાં ટોળાએ ગૌહત્યાના મામલે ચાર લોકો પર હિંસક  હુમલો કરી દીધો હતો. અગાઉ પોલીસે માહિતી આપતા કહ્યુ હતું કે, કેટલાક લોકો એક ગાયની હત્યા કરતા પકડાઇ ગયા હતા. 

આ અહેવાલ બાદ વિસ્તારમાં હિંસાની શરૂઆત થઇ ગઇ હતી. ત્યારબાદ નાગરિયા ગામના લોકોએ પોલીસ જીપને આગ ચાપી દીધી હતી. અન્ય કેટલાક વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યુ હતુ. ગામાં એક ગાયની હત્યાના મામલે હિંસાની શરૂઆત થઇ હતી. આ સમાચાર આગની જેમ ફેલાતાની સાથે જ અન્ય કેટલાક લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. 

બનાવની જાણ થતા પોલીસ ટુકડી તમામ જગ્યાએ તૈનાત કરી દેવામાં આવી હતી. એવા અહેવાલ મળ્યા હતા કે, ગામ નજીક એક ગાય ખેતરમાં હતી. ત્યારબાદ તેને પકડી પાડવામાં આવી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી.

 

You might also like