મેરઠ : જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં મારામારી : પાકિસ્તાન ઝિંદાબાદનાં નારા લગાવાયા

લખનઉ : પશ્ચિમી ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક નગરી મેરઠમાં કાલે જન્માષ્ટમી પ્રસંગે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજે પોલીસે મુખ્ય આરોપી ઇરશાદની ધરપકડ કરી લીધી છે. મેરઠમાં પોલીસની હાજરીમાં ધર્મ વિશેષ લોકોએ કૃષ્ણની ઝાંખી ગાઇ રહેલા અમુક લોકોને માર માર્યો હતો. ત્યાર બાદ તે લોકોએ પાકિસ્તાન ઝીંદાબાદનાં નારા લગાવ્યા હતા. આ મુદ્દે એક ચોકી ઇન્ચાર્જને લાઇન હાજર કરવામાં આવ્યા છે. આ મુદ્દાને એસએસપી પોતે જોઇ રહ્યા છે. 

પોલીસ કાલે રાત્રે ઘટનાં બાદ આજે આખો દિવસ સક્રીય રહી હતી. આજે પોલીસે મેરઠનાં લાલકુર્તિ બવાલનાં મુખ્ય આરોપી ઇરશાદની ધરપકડ કરી લીધી હતી. લાલકુર્તિ વિસ્તારમાં ઇરશાદે કાલે પોતાનાં સાથીઓની સાથે મળીને શ્રીકૃષ્ણ જન્મોત્સવ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને પાકિસ્તાન ઝીંદાબાદનાં નારા લગાવ્યા હતા. ઇરશાદનાં વિરોધ બાદ જ ઝાંખીનો વિરોધ થયો હતો. ત્યાર બાદ આ સંપુર્ણ મુદ્દો સાંપ્રદાયીક બની ગયો હતો. પોલીસે તુરંત જ કેસ દાખલ કર્યો હતો અને આજે મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. હાલ તેનાં સાથીઓને પણ શોધવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા ઇરશાદ પર રાસુકા લગાવવાની માંગ કરવામાં આવી છે. 

મેરઠનાં લાલકુર્તિનાં હંડિયા મોહલ્લાનાં બડાબજારમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે ઝાંકી કરી રહેલા લોકો પર ઇરશાદ, સન્ની, પૂર્વ પાર્ષદ અઝમલ કમાલ, પપલ વગેરેએ હૂમલો કર્યો હતો. આ લોકોએ ઝાંકી માટે તૈયાર કરાયેલ ટેબલ અને ખુર્શીઓ પણ ફેંકી દીધા હતા. સાથે સાથેપાકિસ્તાન ઝીંદાબાદનાં નારાઓ પણ લગાવ્યા હતા. ત્યાર બાદ આ તમામ લોકો ઘટનાં સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ, મેયર હરિકાંત અહલુવાલીયા, સહિતનાં રાજકારણીઓ ઉમટી પડ્યા હતા.જ્યાર બાદ એસએસપીએ ખુબ કેસનો સંજ્ઞાન લેતા તમામ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 

કાર્યવાહીબાદ ભીડ પોલીસની હાજરીમાં બડા બાજારમાં ફરીવાર ઝાંકી કરવા માટે પહોંચી હતી. ફરીથી પુજા અર્ચનાં ચાલુ કરવામાં આવી હતી. જો કે ફરીથી વિવાદ થઇ ગયો હતો. એએસપીસાથે બોલાચાલી થયા બાદ ભીડ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ઘટનાં સ્થળે પોલીસ ગોઠવવામાં આવી. 

You might also like