મેન્ટલ હોસ્પિટલનાં કર્મચારીઓની હડતાળ

વડોદરા : કારેલીબાગ સ્થિત સરકાર હસ્તકની મેન્ટલ હોસ્પિટલના કર્મચારીઓ તેમની પડતર માગણીઓ અને પ્રશ્નોને લઇ હડતાળનું રણશિંગુ ફૂંકી હોસ્પિટલના કામકાજથી અલિપ્ત રહ્યા હતા. જેને કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા માનસિક રોગીઓની હાલત દયનીય બની જવા પામી હતી. 

ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી કર્મચારીઓ ફરજ બજાવે છે. ૫૦ જેટલા કર્મચારીઓ તેમના હક્કની સુવિધા તેમજ લાભોથી વંચિત રાખવામાં આવતા આ કર્મચારીઓએ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી તેમની માગ ઉચ્ચસ્તરીય સત્તાધીશોને પહોંચાડવા માટે જણાવ્યું હતું.

પરંતુ હોસ્પિટલના કર્મચારીઓ કેટલીક પડતર માગણીઓ પ્રત્યને દુર્લક્ષ સેવતા હોવાથી તેમની માગણીઓ કોઇ યોગ્ય નિકાલ આવ્યો ન હતો. જેથી મેન્ટલ હોસ્પિટલના ૫૦ જેટલા કર્મચારીોએ આજે હડતાલનું રણશિંગુ ફૂંકી તેમની ફરજથી અલિપ્ત રહ્યા હતા.

કર્મચારીઓની સામૂહિક હડતાલને પગલે હોસ્પિટલથી રોજીંદી કામગીરીમાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે. ખાસ તો હોસ્પિટલમાં દાખલ મનોરોગી દર્દીઓને સાચવવા તથા તેમની સંભાળ રાખવામાં અનેક મુશ્કેલી સર્જાઇ હતી.

 

 

You might also like