મેનપુરી હિંસા : દક્ષિણપંથી સમૂહો સંડોવાયેલા હોવાની શંકા

મેનપુરી : યૂપીનાં મેનપુરીમાં ગૌહત્યાનાં શહમાં થયેલી હિન્સાનાં મુદ્દે હવે એક નવો જ વળાંક આવ્યો છે. ઘટના બાદ ઘટનાં સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ એક અંગ્રેજી સમાચારને જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ તોફાન ભડકાવવામાં દક્ષિણ પંથી ગ્રુપનો હાથ હોય તેવું લાગી રહ્યું છે. તપાસ કરી રહેલા આગરાનાં ડીઆઇજી લક્ષ્મી સિંહએ જણાવ્યું કે તપાસમાં એક નામ સામે આવ્યું છે.

તે વ્યક્તિ એક દક્ષિણપંથી સમૂહ સાથે જોડાયેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ ખુબ જ ઓછા સમયમાં ઘણી બધી ભીડ એકત્ર કરી લીધી હતી.તેનું નામ પણ એફઆઇઆરમાં એક છે. તપાસ ચાલી રહી છે. જે લોકોએ આ ઘટનાંને અંજામ આપ્યો છે, તેની વિરુદ્ધ ટુંકમાં જ અમારી પાસે નક્કર પુરાવા હશે. તેઓ ટુંક જ સમયમાં જેલનાં સળીયાઓ પાછળ ધકેલાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મેનપુરી જિલ્લાનાં કરહલમાં નગરમાં મોહલ્લા કુરેશિયનમાં શુક્રવારે તથાકથિત રીતે બે લોકો દેવી રોડ પર ગાયનું ચામડુ ઉતારી રહ્યા હતા. તેની જાણકારી મળતા જ હિન્દુ સમુહનાં લોકો ભડકી ગયા હતા. લોકોએ આ બંન્ને યુવકોને એટલો માર માર્યો હતો કે બંન્ને મરણતોલ થઇ ગયા હતા.ત્યાર બાદ પણ બબાલ અટકી નહોતી પરંતુ ઘટનાં સ્થળ પર ભીડ વધવા લાંગી હતી.

ત્યાર બાદ વધારે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ટોળાએ પોલીસની જીપમાં પણ તોડફોડ કરી હતી. ત્યાર બાદ જીપને આગ લગાડી દીધી હતી. તે ઉપરાંત આ વિસ્તારની ઘણી દુકાનો પણ સળગાવી દેવામાં આવી. ભીડને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. 

You might also like