મેડ‌િકલ કોલેજોના NRI ક્વોટામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ ફરજ‌િયાત

અમદાવાદઃ અત્યાર સુધી એમબીબીએસ અને પી.જી. મેડિકલના એનઆરઆઇ ક્વોટામાં મેરીટને આધારે રાજ્યની તમામ કોલેજોમાં  પ્રવેશની  ફાળવણી થતી હતી. મન ફાવે તેમ અઢળક ડોનેશન લઈને મેરીટના નામે પાછળના દરવાજેથી યુ જી. મેડ‌િકલમાં અને પી. જી. મેડ‌િકલમાં એડમ‌િશન અપાતાં હોવાની વ્યાપક ફરિયાદો એમસીઆઈને મળી હતી, જેના પગલે એમસઆઈએ ખરેખર પાત્રતા ધરાવતા અને મેરીટવાળા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય કે આવા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ફરજ‌િયાત  એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનો તમામ કોલેજોને આદેશ કર્યો છે.   

કેટલાક અંશે સ્થાનિક કક્ષાએ લાલિયાવાડી ચાલતી હોવાની નાની-મોટી ફરિયાદો છેલ્લાં કેટલાંક વર્ષોથી એમસઆઈને મળતી હતી, જોકે જે હવે એમસીઆઇએ એનઆરઆઇ ક્વોટામાં એન્ટ્રન્સ ટેસ્ટને આધારે જ પ્રવેશ ફાળવવાના આદેશના પગલે અટકી જશે તેવી સંભાવના છે. રાજ્યભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે તે અમલી બનશે. આગામી ૭ મેના રોજ ગુજકેટની પરીક્ષા છે. તેને જોતાં બે વિકલ્પો પર વિચારણા થઇ શકી હતી પરંતુ વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સમાચાર છે કે હવે આ કોલેજો ગુજકેટના સ્કોરને આધારે એનઆરઆઇ ક્વોટા પર પ્રવેશ આપી શકશે તેવો નિર્ણય હાલમાં રાજ્ય સરકારે લીધો છે. સમભાવ મેટ્રો સાથેની વાતચીત દરમિયાન આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વર્ષ માટે ગુજકેટનો સ્કોર એન્ટ્રન્સ ટેસ્ટના બદલે માન્ય ગણવામાં આવશે 

રાજ્યભરની કોલેજોમાં મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફરજિયાત એવી ગુજકેટને માત્ર બે અઠવાડિયાં બાકી હોઇ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ નિર્ણય અંતર્ગત હવે મેડિકલ કોલેજોમાં એમબીબીએસના એનઆરઆઇ ક્વોટામાં ફરજીયાત  એન્ટ્રન્સ ટેસ્ટને આધારે પ્રવેશ ફાળવવા બાબતે રાજ્યભરની કોલેજોમાં પી.જી.મેડિકલના એનઆરઆઇ ક્વોટાની માફક જ એમબીબીએસના એનઆરઆઇ ક્વોટામાં પણ એન્ટ્રન્સ ટેસ્ટને અમલીના મુદ્દે  જેને કારણે વિદ્યાર્થીઓ અને તબીબીજગત સાથે જોડાયેલા સૌ કોઇની મીટ રાજ્ય સરકારના આદેશ પર મંડાઇ હતી તેમાં આવરશ પૂરતી રાહત મળી છે.

ગુજરાત  રાજ્યમાં પાટણ, સોલા, ગાંધીનગર, ગોત્રી, વલસાડ એમ પાંચ સરકારી કોલેજો આવેલી  છે. જ્યારે ભૂજ, સુરેન્દ્રનગર, સુરતની સ્મીમેર, અમદાવાદ પાલિકાની એલ.જી. અને વી.એસ. એમ બે, ગુજરાત કેન્સર જેવી કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. આ કોલેજોમાં એનઆરઆઇ ક્વોટાની ૨૩ જેટલી બેઠકો છે. ક્વોટાની તમામ બેઠકો પર એન્ટ્રન્સ ટેસ્ટના સ્કોરને આધારે પ્રવેશ ફાળવવો પડશે . એમસીઆઇના સભ્ય અને મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું  કે, એમસીઆઇએ પી.જી. અને એમબીબીએસ બન્નેની એનઆરઆઇ ક્વોટાની બેઠક પર પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટનો આદેશ કર્યો છે. એમબીબીએસના પ્રવેશની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે. તે જોતાં વિદ્યાર્થીઓ ટેસ્ટના વિકલ્પની અને સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે, પરંતુ એકમાત્ર ગુજકેટની તૈયારીના આધારે અને પરિણામે આ વર્ષ પૂરતા નવા નિયમને અનુસરવાના સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓને રાહત મળશે. 

You might also like