મેટરનિટી લિવ આઠ માસની કરવા પ્રસ્તાવ

નવી દિલ્હીઃ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યાે છે કે સરકારી મહિલા કર્મચારીઅાેને મળતી મેટરનિટી લિવ ત્રણ માસથી વધારીને આઠ મહિના કરવામાં આવે. મંત્રાલયના અેક વરિષ્ઠ અધિકારીઅે આ અંગે જણાવ્યું કે શ્રમ મંત્રાલય માતૃત્વ લાભ કાનૂનના સંશાેધનની પ્રક્રિયામાં પહેલાથી જ લાગેલું છે.  મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલયમાં અતિરિકત સચિવ નૂતન ગુહા વિશ્વાસે જણાવ્યું કે અમે કેબિનેટ સચિવાલય સમક્ષ અેક પ્રસ્તાવ રજૂ કર્યાે છે કે સરકારી મહિલા કર્મચારીઅાેને માતૃત્વ અવકાશ માટે હાલમાં મળતી ત્રણ માસની રજા વધારીને આઠ માસની કરવામાં આવે. જેથી તેના પર સચિવાેની સમિતિ વિચાર વિમર્શ કરી શકે. તેમણે જણાવ્યું કે આ મુદાને અમારા પ્રધાને વડા પ્રધાન સમક્ષ રજૂ કર્યાે છે. અને તેઆે પણ આ બાબતે હકારાત્મક વલણ ધરાવે છે. તેથી અમે તેમને આ પ્રસ્તાવ અંગેની કાેપી માેકલાવી છે. મંત્રાલયે શ્રમ મંત્રાલયને અેવી પણ અપીલ કરી છે કે માતૃત્વ લાભ જાેગવાઈનાે લાભ સંગઠિત અને અસંગઠિત, બંને ક્ષેત્રમાં કાર્યરત તમામ મહિલાને આપવામાં આવે. સરકાર સમક્ષ રજૂ થયેલા આઠ માસની માતૃત્વ અવકાશમાં સંભવિત ડિલિવરી તારીખથી અેક મહિના પહેલાં અને પ્રસૂતિ બાદના સાત મહિના સુધીની રજાનાે સમાવેશ થાય છે.
You might also like