મેગી વિવાદથી અન્ય ફૂડ કંપનીના ધંધામાં પણ મંદી

મુંબઇઃ મેગી વિવાદના કારણે માત્ર નેસ્લેને જ નુકસાન થયું નથી, પરંતુ તેના જેવી પ્રોડક્ટ્સ બનાવનાર બીજી ઇન્ડસ્ટ્રીને પણ ઝટકો લાગ્યો છે. જૂન ક્વોર્ટરમાં આવેલા આંકડા કહે છે કે ઇન્ડસ્ટ્રીના પ્રોડક્ટ્સ સેલમાં ઘટાડો થયો છે.

આઇએમઆરઆઇ કતાર વર્લ્ડ પેનલમાંથી મળેલા ડેટા મુજબ રેડ ટુ કૂક પ્રોડક્ટ્સ, જેમાં નૂડલ્સ, ઓટ્સ, સૂપમાં બીજા ક્વાર્ટર સુધી નવ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ગયા વર્ષે તેમાં પાંચટકાનો વધારો જોવા મળ્યો હતો.

તેની સાથે બેવરેજમાં ચાર ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આ પ્રકારના બાકી સેગ્મેન્ટનો ગ્રોથ નવ ટકાથી ઘટીને ચાર ટકા રહી ગયું છે. ડાબરના સીઇઓ સુનીલ દુગ્ગલ કહે છે કે મેગી ખુદમાં એટલી મોટી બ્રાન્ડ છે કે તેની સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે. આ મુદ્દાએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને સતર્કતા એટલી વધી કે તેણે બીજાં ઉત્પાદનોનું વેચાણ પણ ઘટાડ્યું.

મેગી કેસ સામે આવ્યા બાદ લોકો અચાનક જ રેડી ટુ ઇટ ફૂડને લઇને સતર્ક થઇ ગયા અને આ રીતે જેટલા પણ બાકીનાં ઉત્પાદનો હતાં તે મેગી વિવાદની છાયાથી બચી ન શક્યાં.

જ્યારે મેગી વિવાદે જોર પકડ્યું તો ફૂડ એક્સપર્ટ્સ અને કાર્યકર્તાઓએ ફાસ્ટ ફૂડ પર િનશાન સાધ્યું અને આ રીતે ભાવનાત્મક રીતે જોડાયેલા પાકા ગ્રાહકો ઘટી ગયા.

You might also like