મેગી પ્રેમીઓ આનંદો : પ્રતિબંધ દૂર : જો કે વેચાણ હમણાં નહિ

મુંબઇ  : મેગીના ચાહકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. મુંબઈ હાઈકોર્ટમાં આજે મેગીના પ્રતિબંધ વિશેની સુનાવણીમાં મેગી પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. જોકે આ સુનાવણી દરમિયાન મુંબઈ હાઈકોર્ટે મેગીના નવા સેમ્પલને ટેસ્ટ કરવાની વાત પણ કરી છે. તે ટેસ્ટ કરવામાં છ સપ્તાહનો સમય થશે. અને જો તે ટેસ્ટમાં મેગી સ્વાસ્થ્ય માટે યોગ્ય ગણાશે ત્યાર પછીથી જ કંપની તેનું ઉત્પાદન અને વેચાણ શરૃ કરી શકશે.

મુંબઈ હાઈકોર્ટની સુનાવણી પછી વકિલે જણાવ્યું છે કે, ‘નેસ્લે કંપનીએ પાંચ અલગ અલગ બેચના સેમ્પલ આપવાના રહેશે અને તેની મુંબઈ હાઈકોર્ટે નક્કી કરેલી ૩ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવશે. મુંબઈ હાઈકોર્ટે નક્કી કરેલી લેબમાં ટેસ્ટિંગમાં છ સપ્તાહ જેટલો સમય લાગશે. અને જો આ ટેસ્ટમાં મેગી સ્વાસ્થય માટે હાનિકારક સાબિત નહિ થાય તો પછી તે બજારમાં મળશે.’ મેગીની ગુણવત્ત્।ા અંગે હોબાળો મચી ગયો હતો.

ઘણાં સેમ્પલ્સમાં મેગીના નૂડલ્સમાં મર્યાદાથી ૧૭ ગણું વધુ સીસું (લેડ) અને મોનો સોડિયમ ગ્લુટામેટ મળ્યા હતાં. એમએસજીને સામાન્ય બોલચાલમાં ‘અજીનોમોટો’ કહેવામાં આવે છે. સીસું ઝેરી ધાતુ છે. કેન્સર, મગજના રોગો, કિડનીની બીમારી અને મૃત્યુ પણ થઇ શકે છે. મે મહિનાની શરૃઆતમાં ઉત્તર પ્રદેશ ખાદ્ય સુરક્ષા અને ઓષધિ પ્રશાસને કંપનીને પૂછ્યું કે તમે ફેબ્રુઆરી ૨૦૧૪માં બનેવી નૂડલ્સ વેચીને પરત કેમ લીધી.

જયારે આ નુડલ્સની તપાસ કરવામાં આવી તો તેમાં મોનો સોડિયમ ગ્લૂકોમેટ જેવા જોખમી તત્વો જોવા મળ્યા હતાં. આ બાળકોમાં મેગી ખાધા પછી ઉત્પન્ન તાય છે. મેગીમાં મોનો સોડિયમ ગ્લૂકોમેટની માત્રા જરૃર કરતા વધારે જોવા મળી છે. ત્યારપછીથી સમગ્ર દેશમાં બહુરાષ્ટ્રીય કંપની નેસ્લેએ મેગી નુડલ્સના સેમ્પલ ભેગા કરીને તેની તપાસ કરવાનું શરૃ કર્યું છે.

You might also like