મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરાયું

નવી દિલ્હી : બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેમણે એક ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.  આજે સવારે પોતાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે તે જાણીને અમિતાભ બચ્ચનને ભારે આશ્ચર્ય થયું હતું. એટલું જ નહીં પરંતુ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી અશ્લીલ સાઈટસ પણ ફોલો કરવામાં આવી રહી છે.

તેમણે ક્હ્યં કે કેટલાંક લોકોએ મને ફોલો કરનારા લોકોના લિસ્ટમાં કેટલીક  અશ્લીલ સાઈટસ પણ નાખી દીધી છે. જેણે પણ આ કર્યું છે તેને હું કહેવા માંગુ છું કે મારે આની જરૂર નથી. 

ટ્વિટર પર અમિતાભના ૧૬.૬ મિલિયન ફોલોઅર્સ છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારા બોલિવુડના સ્ટાર્સ પૈકીના એક છે. સોશિયલ મીડિયાના ચાહક બીગ-બી ટ્વિટર, ફેસબુક અને બલોગના માધ્યમથી  પોતાની સાથે સંકળાયેલી  માહિતી પોતાના પ્રશંસકોને ઉપલબ્ધ કરાવે છે.  

You might also like