મેક ઇન ઇન્ડિયાથી સ્વદેશી જાગરણ મંચ નાખુશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનો નારો અાપ્યો છે ત્યારથી ભાજપ દરેક જગ્યાઅે અા નારાનો ઉલ્લેખ કરે છે પરંતુ સંઘ પરિવારના સભ્ય સ્વદેશી જાગરણ મંચને તેની સામે વિરોધ છે. તેમનું કહેવું છે કે અા નારો સ્પષ્ટ નથી. અા નારાથી અેવો મતલબ નીકળે છે કે કોઈપણ ભારત અાવે અને અહીં ઉત્પાદન કરે. 

જો એવું છે તો અમને તેની સામે વાધો છે. મંચે અા સૂત્ર બદલીને તેમાં મેડ બાય ઇન્ડિયા જોડવાની વાત કરી છે. સ્વદેશી જાગરણ મંચ ૨૫ સપ્ટેમ્બરથી અા મુદ્દે અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. અા અભિયાન ૨ અોક્ટોબર સુધી ચાલશે.સ્વદેશી જાગરણ મંચના અોલ ઇન્ડિયા અોર્ગેનાઈઝેશન કશ્મીરીલાલે કહ્યું કે અમે મેક ઇન ઇન્ડિયાનો મતલબ સ્પષ્ટ કરવા ઇચ્છીઅે છીઅે.

તેમણે કહ્યું કે જો અા સૂત્રને જોઈઅે તો તેનો મતલબ અેવો થાય છે કે કોઈ પણ વિદેશી કંપની ભારત અાવે અને પોતાના માલનું ઉત્પાદન કરે. લાલના જણાવ્યા મુજબ કેટલીયે વિદેશી કોલ્ડ ડ્રિંક્સ ભારતમાં બની રહયું છે પરંતુ તેના કારણે અાપણી લગભગ સાત હજાર લોકલ બ્રાન્ડ ખતમ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે મેક ઈન ઇન્ડિયાથી કામ નહીં ચાલે.

અમારી માંગણી છે કે મેક ઇન ઇન્ડિયા, મેડ બાય ઇન્ડિયા બનાવવામાં અાવે અને અે દિશામાં અાગળ વધવામાં અાવે. કશ્મીરીલાલે જણાવ્યું કે અમે મેડ બાય ઇન્ડિયાને પ્રોત્સાહન અાપવા માટે લોકોને કહી રહ્યા છે કે કોઈ ચાઈનીઝ માલ ન ખરીદે. ૨૫ સપ્ટેમ્બરથી દેશભરમાં અભિયાન ચલાવાશે. અે દિવસે અારઅેસઅેસ વિચારક દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ છે. 

અા અભિયાન મહાત્મા ગાંધીની જયંતી અેટલે કે ૨ અોક્ટોબર સુધી ચાલશે. અા દરમિયાન દેશભરમાં રેલીઅો કાઢવામાં અાવશે, ગોષ્ઠી થશે અને ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરવામાં અાવશે. 

વિદેશી કંપનીઅોને વધુ પડતું મહત્વ અાપવાથી અાપણી સ્થિતિ કેટલી ખરાબ થઈ છે, અાપણી પરિસ્થિતિ ૨૦ વર્ષ પહેલાં કરતાં વધુ ખરાબ છે તે અંગે સમજ અપાશે.

You might also like