મેં મોદીને પૂછયું કે તમે સામેથી શરીફને ફોન શા માટે કર્યોઃ મુલાયમ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે જણાવ્યું કે જ્યારે એક  હુમલામાં આપણા દેશના જવાનો શહીદ થયા તો મેં તેમને ફોન કર્યો હતો. મોદીએ મને જણાવ્યું કે તેમણે નવાઝ શરીફ સાથે વાત કરી છે. આથી મેં ફરીથી પૂછયું કે ફોન પાકિસ્તાનથી આવ્યો હતો કે તમે સામે ચાલીને કર્યો? તો મોદીએ મને જણાવ્યું કે હા મેં નવાઝ શરીફને ફોન કર્યો હતો. હવે તમે જ કહો કે હુમલામાં આપણા જ જવાનો શહીદ થાય અને આપણે જ તેમને ફોન કરીને ગોળીબાર બંધ કરવાનું કહીએ?

You might also like