મેં પણ પ્રેમનું પાગલપન અનુભવ્યું છે: નવાઝુદ્દીન

બદલાપુરની સુપર સફળતા અને ‘બજરંગી ભાઈજાન’ની અભૂતપૂર્વ સફળતા બાદ નવાઝુદ્દીન સિદ્દિકીએ ‘માંઝી ધ માઉન્ટેન મેન’થી પોતાને એક ઉચ્ચ દરજ્જાનો કલાકાર સાબિત કરી દીધો છે. આ ફિલ્મમાં તેણે ભજવેલું દશરથ માંઝીનું કેરેક્ટર તેની લાઈફનું સૌથી મુશ્કેલ કેરેક્ટર હતું. તે કહે છે કે આ ફિલ્મનો રોલ મારા માટે જેટલો મુશ્કેલ હતો તેટલો ઉત્સાહ અને પડકાર ભરેલો પણ હતો. આ રોલ માટે મને મારું વજન ઉતારવાની જરૂર ન પડી, કેમ કે એક મહિનામાં પહાડ ચઢવા-ઊતરવા દરમિયાન મારું વજન એમ જ ઘટી ગયું.

મેં એ ફિલ્મના લુક માટે પણ ખાસ તૈયારી કરી હતી. ખૂબ વીડિયો જોયા હતા. એ ગામના લોકો કેવી રીતે ચાલે છે, હરેફરે છે કે બોલે છે તે બધું જાણ્યું. હું ગામમાં જઈને તે લોકોને મળ્યો. મારા માટે સૌથી વધુ મુશ્કેલ હતું એ વ્યક્તિના માઈન્ડ સેટમાં દાખલ થવું. શૂટિંગ શરૂ થયા બાદ તે માઈન્ડ સેટને જાળવી રાખવા માટે નવાઝુદ્દીને વાતચીત કરવાની ઓછી કરી દીધી. તેના માટે શૂટિંગનો એ ફેસ સૌથી વધુ મુશ્કેલભર્યો હતો.

એક જ દિવસમાં વૃદ્ધાવસ્થાનો સીન કરતો અને પછી એ ગેટઅપ ઉતારીને યુવાવસ્થાનો સીન કરવો પડતો, પછી એ જ દિવસે તેમની ‌િમડલ એજ પણ શૂટ કરવી પડતી, પરંતુ આ પાત્રને ભજવતાં મને લાગ્યું કે દશરથ માંઝી રિયલ રોકસ્ટાર હતા. માઉન્ટેન મેન જેવા કોઈના પર મરી મીટતા પ્રેમ પર પોતે કેટલો વિશ્વાસ રાખે છે તે અંગે જણાવતાં નવાઝુદ્દીન કહે છે કે માત્ર હું નહીં, દરેક વ્યક્તિ તેવા પ્રેમ પર વિશ્વાસ કરે છે, પરંતુ એ વાત અલગ છે કે દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં એ પ્રકારનો પ્રેમ કરી શકતી નથી. પ્રેમનું પાગલપન દરેક વ્યક્તિમાં હોતું નથી.

બહુ ઓછા લોકો હોય છે, જેઓ દીવાનગીની હદને પાર કરી જાય છે. મેં પણ પ્રેમનું એ પાગલપન અનુભવ્યું છે, હું પણ રિલેશનશિપમાં રહ્યો છું. હું પણ  ત્યાં સુધી પહોંચ્યો હતો જ્યારે મને લાગતું હતું કે હું તે વ્યક્તિ વગર જીવી નહીં શકું

You might also like