મૃત્યુદંડની સજા નાબૂદ કરવા માટે લૉ કમિશનની ભલામણ

નવી દિલ્હી: કેન્દ્રિય લો કમીશન ટુંક સમયમાં જ મૃત્યુદંડની સજાને નાબુદ કરવા માટેની ભલામણ કરવા માટે તૈયાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ લો કમીશન દ્વારા ૨૭૨ પાનાનો અહેવાલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ મુસદ્દા હેવાલને તૈયાર કરવામાં આવ્યા બાદ તેના સભ્યોમાં પેપરો આપી દેવામાં આવ્યા છે. હવે આગામી સપ્તાહમાં સરકારને અહેવાલ સુપ્રત કરવામાં આવે તેવી શક્યતા છે. લો કમીશન મૃત્યુદંડની સજાને નાબુદ કરવા માટે ભલામણ કરવા માટે તૈયાર છે. જો કે ત્રાસવાદી કેસોમાં દોષિત જાહેર થયેલા અપરાધીને મૃત્યુદંડની સજાને યોગ્ય રાખવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦મી જુલાઇના દિવસે મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના અપરાધી યાકુબ મેમણને ફાંસી આપી દેવામાં આવી છે. ભારત વિશ્વમાં એવા ૬૦ દેશોની યાદીમાં સામેલ છે જ્યાં અપરાધીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે.યાકુબને ફાંસની આપવામાં આવ્યા બાદથી મૃત્યુદંડની સજાને લઇને સતત ચર્ચા ચાલી રહી છે.  લો કમીશન દ્વારા કેટલીક અન્ય ભલામણ પણ કરવામાં આવનાર છે. જેના પર સરકાર  દ્વારા મોડેથી ચર્ચા કરવામાં આવનાર છે. મુંબઇ બ્લાસ્ટ કેસમાં અપરાધી કુખ્યાત યાકુબ મેમણને ૩૦મી જુલાઇના દિવસે સવારે આખરે નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. યાકુબને સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ ફાંસી આપી દેવામાં આવી હતી. સવારે સાત વાગે તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ફાંસી આપવા સાથે સંબંધિત તમામ પ્રક્રિયાની વિડિયો રેકોર્ડિગ કરવામાં આવી હતી.યાકૂબને ફાંસી આપવામાં આવી ત્યારે આઠથી ૧૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફાંસી આપતા પહેલા યાકૂબે છેલ્લી નમાઝ અદા કરી હતી. યાકૂબે મોતથી પહેલા કોઇપણ અંતિમ ઇચ્છા જાહેર કરી ન હતી. નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસીની પ્રક્રિયા ૩૦મી જુલાઇના દિવસે  સવારે પાંચ વાગે શરૂ થઇ હતી. નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવ્યા બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોડેથી પરિવારને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યા બાદ મુંબઈ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 
You might also like