મુસ્લિમ હોવાનાં કારણે સલમાન નિશાન બને છે : સલીમ

નવી દિલ્હી : યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કરી વિવાદમાં આવેલ સલમાન ખાનનાં પિતાએ જેતે સમયે તો બાજી સંભાળી લીધી હતી. પરંતુ હવે તેઓનો રોષ સામે આવ્યો છે. સલીમ ખાને જણાવ્યું કે તેનો પુત્ર મુસ્લિમ હોવાનાં કારણે તેને વારંવાર નિશાન બનાવવામાં આવે છે. સલીમ ખાને એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં યાકૂબ મુદ્દે થયેલા વિવાદ માટે મહારાષ્ટ્રનાં ભાજપીય નેતા આશીષ શેલારને જવાબદાર ઠેરવ્યા હતા.

 સલીમ ખાને કહ્યું કે આ મુદ્દે હું તમને કહી શકું કે આ આખો વિવાદ પેદા કરવા માટે ભાજપનાં નેતા આશીષ સેલાર જવાબદાર છે. શેલારે જાહેરમાં ધમકી આપેલી છે કે તેને જ્યારે પણ તક્ક મળશે તે સલમાન ખાનને નિશાન બનાવશે. સલીમ ખાને જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ખુબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે તે સંપુર્ણ વિશ્વાસ સાથે કહી શકે છે કે નરેન્દ્ર મોદી સાંપ્રદાયિક વ્યક્તિ નથી. 

મોદીએ નમાજી ટોપી નહી પહેરવા અને ઇફ્તાર પાર્ટીનું આયોજન નહી કરવાનો બચાવ કરતા સલીમે કહ્યું કે, તે પોતે પણ ટોપી નથી પહેરતા અને ઇફ્તાર પાર્ટી પણ નથી આપતા. સલીમ ખાને કહ્યું કે લોકોએ ઇફ્તાર માટે મોટી મોટી હસ્તીઓને બોલાવી તેમને ખવડાવવાનાં બદલે ગરીબ લોકોને ખવડાવવું જોઇએ.

મુસ્લિમોની વિરુદ્ધ નેતાઓનાં ભડકાઉ ભાષણ અંગે સલીમે કહ્યું કે, પાકિસ્તાન જવાની સલાહ આપનાર આ નેતા છે કોણ ? ભારતમાં મુસ્લિમોએ કેટલી પેઢી સુધી પોતાની દેશભક્તિ સાબિત કરવી પડશે. 

You might also like