મુસ્લિમો તિરંગો ફરકાવી સ્વાતંત્ર્ય દિવસ મનાવે

સહારનપુરઃ દેવબંધ દારૂલ ઉલુમે તમામ મદરેસા અને મુસ્લિમ સંસ્થાઆેને ફરમાન કર્યું છે કે તેઅાે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરે. તેમાં જણાવાયું છે કે મદરેસા અને બાકીની સંસ્થાઆેમાં તિરંગાે ફરકાવવામાં આવે. દારૂલ ઉલુમનું માનવું છે કે મુસ્લિમાેઅે પણ દર્શાવવું જાેઈઅે કે તેઆે પણ આ દેશનાે અેક ભાગ છે અને તેથી તેઆેઅે તેમના ઘરની છત પર પણ તિરંગાે ફરકાવવાે જાેઈઅે.

દારૂલ ઉલુમના આ ફરમાનને બરેલવી મુસ્લિમાેઅે સમર્થન આપ્યું છે. દારૂલ ઉલુમના જણાવ્યા અનુસાર કેટલાંક લાેકાેમાં અેવી ગેરસમજ છે કે મદરેસા અને મુસ્લિમ સંસ્થાઆેમાં સ્વતંત્રતા  દિવસ કે ગણતંત્ર દિન મનાવવામાં આવતાે નથી અને તેના કારણે જ આ વખતે તમામ જગ્યાઅે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા જણાવવામાં આવ્યું છે કે જેથી લાેકાેને વાસ્તવિકતા જણાવી શકાય.

દારૂલ ઉલુમમાં આ વખતે જિયા-ઊલ-હક ચાેક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. દારૂલ ઉલુમના આ ફરમાનને બરેલવી મુસ્લિમાેઅે પણ સમર્થન આપ્યું છે. બરેલીની હજરત દરગાહના મુફતી માૈલાના સલીમ નૂરીઅે જણાવ્યું કે તમામ મુસ્લિમાેઅે ભારે ઘૂમઘામથી સ્વતંત્રતા દિવસ મનાવવાે જાેઈઅે અને તમામ મદરેસા, સંસ્થાઆે અને મુસ્લિમાેઅે ધ્વજ લહેરાવવાે જાેઈઅે.

You might also like