મુશર્રફ અને મનમોહને ઉકેલ્યો હતો કાશ્મીર વિવાદ ? 

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલા તણાવપુર્ણ સંબંધો વચ્ચે ભારતીય રાજદુતે એક મોટો ખુલાસો કર્યો છે. વર્ષ 2014માં પુર્વવડાપ્રધાન મનમોહન સિંહે એનડીએની સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ફાઇલ આપી હતી. આ ફાઇલમાં કાશ્મીર મુદ્દાનાં ઉકેલ માટે પાકિસ્તાનનાં પુર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને મનમોહન સિંહ વચ્ચે તૈયાર થયેલા પ્લાનનાં દસ્તાવેજો હતા.

એક અંગ્રેજી સમાચાર પત્રનાં દાવા અનુસાર 27, મે 2014નાં રોજ એક મીટિંગદરમિયાન મનમોહન સિંહે વડાપ્રધાન મોદીને આ ફાઇલ સોંપી હતી. અધિકારીએ આ ખુલાસો એવા સમયે કર્યો છે જ્યારે પાકિસ્તાનનાં પુર્વ વિદેશ મંત્રી ખુર્શીદ કસુરીએ કાશ્મીર પર ભારત- પાકિસ્તાનની સિક્રેટ ડિપ્લોમસી પર પોતાનું પુસ્તક નાઇધર અ હોક નોર અ ડવની ભારતીય આવૃતિને રિલિઝ કરવા માટે દિલ્હી આવેલા છે. 

આ પુસ્તકમાં જણાવાયું છે કે જનરલ મુશર્રફ કાશ્મીરમાં ભારત- પાકિસ્તાનનું સંયુક્ત શાસન ઇચ્છતા હતા. સાથે સાથે કાશ્મીરમાંથી સેના હટાવવા અંગે પણ વિચારી રહ્યા હતા. આ વાતચીતમાં રહેલા ભારતીય અધિકારીએ જણાવ્યું કે સમજુતીનો ફાઇનલ ડ્રાફ્ટ કંસલ્ટિવ મેકનિઝ્મની વાત હતી. જમ્મુ કાશ્મીર સરકાર તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)નાં પસંદ થયેલા નેતા અને બંન્ને દેશોનાં અધિકારીઓની જવાબદારીએ આ કામ કરવાનું હતું. 

અધિકારીએ જણાવ્યું કે કંસલ્ટિવ મેકેનિઝમ દ્વારા બંન્ને વિસ્તારનાં પર્યટન, ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ અને વેપાર જેવા સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન આપવાનું હતું.જો કે ભારતે મુશર્રફનાં આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કારણે કે તેનાંથી કાશ્મીર પર ભારતની સંપ્રભુતા જોખમાઇ શકે તેમ હતી. 

જો કે તેમ છતા મનમોહન અને મુશર્રફ કાશ્મીર વિવાદ ઉકેલવા માટે વાતચીત ચલાવી રહ્યા હતા. મનમોહનનાં ભરોસાપાત્ર ડિપ્લોમેટ સતિંદર લાંબા અને મુશર્રફે રિયાઝ મોહમ્મદ ખાન અને તારિક અજીજની વચ્ચે કાઠમંડુ અને દુબઇમાં લગભગ 30 દિવસ સુધી 200 કલાકની મીટિંગ થઇ હતી.જ્યારે વાતચીત નિર્ણાયક મોડ પર પહોંચી ત્યારે લાંબાને વગર પાસપોર્ટ અને વીઝાએ ભારતીય ગુપ્તચર એજન્સી રો નાં જેટ દ્વારા પાકિસ્તાનનાં રાવલપિંડી મોકલવામાં આવ્યા. જેથી કોઇ પણ વ્યક્તિને આની જાણ ન થઇ શકે. 

ભારતીય અધિકારીએ જણાવ્યું કે મનમોહન આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગતા હતા. મનમોહન ઇચ્છતા હતા કે સમજુતી દ્વારા કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવે. જેથી બંન્ન દેશો પોતાનાં અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપે. કાશ્મીર મુદ્દા પર ખોટી ઉર્જાનો વ્યય ન થાય. બંન્ને દેશ વચ્ચે જે કાંઇ પણ વાત થતી તેનાં દસ્તાવેજ મનમોહન સિંહ પોતે જોતા હતા. આ વાતચીત  અંગે સિંહ ઉપરાંત કેબિનેટમાં માત્ર 2 વ્યક્તિને જ આ અંગે ખ્યાલ હતો. 

મનમોહનને જ્યારે એવું લાગ્યું કે આ વાત કેબિનેટ અને વિપક્ષને જણાવવી જોઇએ. ત્યારે પાકિસ્તાનમાં પરિસ્થિતી બદલી અને 2007માં મુશર્રફને હટાવી દેવાયા. ત્યાર બાદ 2008માં આસીફ અલી જરદારી આવ્યા અને તેમણે આ મુદ્દાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો. પરંતુ લશ્કરી પ્રમુખ કયાનીએ આ વાતને આગળ વધવા દીધી નહોતી. 

You might also like