મુલાયમ સિંહ યાદવ ગઠબંધનમાં યથાવત્ત રહેશે : શરદ યાદવ

પટના : બિહાર વિધાનસભા પહેલા જ મહાગઠબંધનનાં ગઢનાં કાંગરાઓ ખરવા લાગ્યા છે. આ ગઢને બચાવવા માટે જેડીયું અધ્યક્ષ શરદ યાદવે ગુરૂવારે સાંજે સપા પ્રમુખ મુલાયમ સિંહ સાથે મુલાકાત યોજી હતી. મુલાકાત બાદ શરદ યાદવે કહ્યું કે મુલાયમ સિંહ મહાગઠબંધનનો એક ભાગ હતા અને રહેશે.જો કે શરદ યાદવે કહ્યું હતું કે હાલ તેઓ ગઠબંધન અંગે ચર્ચા કરવા માટે નહોતા આવ્યા. 

ગુરૂવારે સાંજે સાડા સાત વાગ્યે મુલાયમસિંહનાં ઘરેથી બહાર આવેલા શરદ યાદવે કહ્યું કે તેમની મુલાયમ સિંહ સાથે દેશની હાલત અંગે ચર્ચા થઇ હતી. પત્રકારોએ તેમને પુછ્યું કે શું મુલાયમ સિંહ ગઠબંધનમાં યથાવત્ત રહેશે. તો શરદ યાદવનું કહેવું હતું કે તે અંગે હજી સુધી ચર્ચા નથી થઇ. તેમણે કહ્યું કે વધારે સભ્યોની હાજરીમાં આ અંગે ચર્ચા થશે. જો કે તેમનું કહેવું હતું કે આ અંગે નીતીશ કુમાર દિલ્હી નહી આવે. 

જેડીયુ ચીફ શરદ યાદવનો એક સુર એવો પણ હતો કે મુલાયમ સિંહ ગઠબંધનમાં જ રહેશે, ગઠબંધન જેવું છે તેવું જ રહેશે. તે અગાઉ ગુરૂવારે જ સમાજવાદી પાર્ટીએ પોતે અલગ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. આ અંગે જનતાદળે કહ્યું કે મુલાયમ સિંહ યાદવને મળીને સીટની વહેંચણીઓ અંગેનાં મતભેદ દુર કરવામાં આવશે. 

જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવને પુછવામાં આવ્યું કે બિન ભાજપીય દળોને એક સાથે લાવવાનાં પ્રયાસો પર શઉં એક ઉંડો ઝટકો છે, તો તેમણે કહ્યું કે દેશ આંતરિક અંતવિરોધોથી ભરાયેલો છે. સપાએ ગુરૂવારે તેમ કહીને મહાગઠબંધનમાંથી ફારગતિ લીધી હતી કે તેઓ અપમાનિત હોવાનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે સીટોની વહેંચણી કરતા સમયે તેમની સાથે સંપર્ક નહોતો કર્યો.

સપાનું કહેવું હતું કે તે પોતે અલગ જ ચૂંટણી લડશે. એનસીપી ગત્ત મહિને જ આ ગઠબંધનથી અલગ થઇ ગઇ હતી જ્યારે વામદળ બિહાર વિધાનસભા ચૂંટણી અલગ લડવાનાં નિર્ણયો લઇ ચુકી છે. યાદવે પ્રેસ કોન્ફરન્માં કહ્યું કે મે તે સમાચાર સાંભળ્યા છે પરંતુ હું તમને જણાવી દઉં કે ગઠબંધન યથાવત્ત રહેશે. અમે વાતચીત કરીશું. હું વિસ્તારમાં આ અંગે ચર્ચા નહી કરૂ, પરંતુ હું તમને આશ્વસ્ત કરૂ છઉં કે તેનાં કારણે અમારા ગઠબંધન પર કોઇ જ અસર નહી પડે. 

You might also like