મુલાયમને મનાવવામાં લાલુ અને શરદ પડ્યા ટુંકા

નવી દિલ્હી : મહાગઠબંધનને બચાવવા માટે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને મનાવવા માટે જદયૂ અધ્યક્ષ શરદ યાદવ સહિત રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ તેમનાં ઘરે પહોંચ્યા. લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં સપા સુપ્રીમોને મનાવવાનાં પ્રયાસો કરવામાં આવ્યા. બેઠક પુરી થયા બાદ શરદ યાદવે જણાવ્યું કે ગઠબંધનને યથાવત રાખવાનું છે, બચાવવાનું છે આ અંગે ચર્ચા થઇ. જો કે સમાજવાદીપાર્ટીની તરફથી કોઇ વક્તવ્ય નથી આવ્યું.

શરદયાદવે કહ્યું કે સીટોની વહેંચણી પર કોઇ ચર્ચા નથી થઇ. ત્યારે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે મુલાયમ સિંહજી અમારા સારામિત્ર છે. તેમણે કહ્યું કે વાતચીત હજી પણ ચાલુ રહેશે. આજે મુલાયમ સિંહને મનાવવા રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ પણ ઉતરી આવ્યા. લાલુએ કહ્યું કે અમે મુલાયમ સિંહ યાદવને મળીશું અને જાણીશું કે શું ગેરસમજ થઇ છે. જો કે આ પ્રસંગે પણ લાલુએ વડાપ્રધાન પર ફરી એક વાકબાણ ફેંક્યું હતું. તેમણે કહ્યું કે મોદી હાલ સંઘમાં છે અને તેઓ સંઘનો પાઠ ભણી રહ્યા છે અને પછી લોકોને પણ સંઘનો પાઠ ભણાવશે. 

સપાએ અલગ થવા અંગે યાદવે કહ્યું કે અમે ટુંક સમયમાં જ આ મુદ્દાને ઉકેલી લઇશું. સમાચારો અનુસાર રાજદ અધ્યક્ષ મુલાયમ સિંહનાં રહેણાંક પહોંચેલા છે અને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ ગુરૂવારે રાત્રે પણ યાદવ સાથે મુલાકાત કરી ચુક્યા છે. 

You might also like