મુંબઈમાં આરબીઆઈની ઈમારતમાં આગ લાગતાં ભારે અફરાતફરી

મુંબઈઃ મુંબઈના ઉપનગર બાંદ્રામાં આવેલા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ટાવરમાં આજે સવારે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આરબીઆઈની ઈમારતમાં આગ લાગવાના કારણે દૂરથી ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા નજરે પડતા હતા.

આરબીઆઈ ટાવરમાં આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાની વિગતો એવી છે કે આજે સવારે લગભગ ૮.૩૦ કલાકની આસપાસ એકાએક આરબીઆઈની ઈમારતના ચોથા માળે આગ લાગતાં ઈમારતમાં ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થઈ ગયું હતું. આ લાગવાની ખબર પડતાં કોઈએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના ૧૦ બંબા  તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતા.

ફાયર બ્રિગેડને પણ આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગના કારણે જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યાના સમાચાર તત્કાળ મળી શક્યા નથી. આગ લાગવાનાં કારણોની પણ હજુ સુધી ખબર પડી નથી. આગ લાગવાના સમાચાર મળતાં આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાની ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી.

You might also like