મુંબઈથી લંડન ચાર કલાકમાં પહોંચાડતાં વિમાન ૩.૮૫ અબજમાં તૈયાર થશે

મુંબઈઃ અમેરિકાની સ્પાઈક અેરોસ્પેસ નામની પ્લેન બનાવતી કંપની સુપર સોનિક જેટ વિમાનો બનાવવા માટે જાણીતી છે. અા કંપની s-512 નામનું નવું ક્રાંતિકારી વિમાન બનાવી રહી છે. અા વિમાનની ખાસિયત અે હશે કે તે ૭૪૦૮ કિલોમીટરની સુપર સોનિક સ્પીડે ઊડશે. અા સ્પીડે ઊડવાના લીધે તે મુંબઈથી લંડન માત્ર ચાર કલાકમાં પહોંચાડી દેશે. અાટલું અંતર કાપવા માટે અત્યારની તમામ ફ્લાઈટ સરેરાશ ૯ કલાકનો સમય લેશે. અા વિમાનમાં માત્ર ૧૮ જ પેસેન્જરને બેસવાની સગવડ હશે. અા વિમાનને બારીઅો નહીં હોય, તેના બદલે તેની સાઈડની દીવાલોમાં જાયન્ટ સ્ક્રીન લગાવી દેવાશે, જે રિયલ ટાઈમમાં બહારનું દૃશ્ય અત્યંત હાઈડેફિનેશનમાં ડિસ્પ્લે કરશે. અાવું અેક વિમાન ૩.૮૫ અબજ રૂપિયામાં પડશે.

You might also like