મીરાંકુમાર, એ. રાજા સહિત ૩૦ વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચાઈ

નવી દિલ્હી: લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમાર સહિત ૩૦ વીઆઈપીની સેન્ટ્રલ સિક્યોરિટી (કેન્દ્રીય સુરક્ષા) પાછી ખેંચી લેવામાં આવી છે. તેમાં ઈડી જી.ઈ. ઉજાલા અને તેમની બે પુત્રી, કેરળના રાજ્યપાલ, મેઘાલયના રાજ્યપાલ, તેલંગણાના મુખ્યપ્રધાન સહિત શિન્દેના પરિવારના સભ્યનો સમાવેશ થાય છે.

ગૃહમંત્રાલયના વીઆઈપી સુરક્ષા વિભાગ દ્વારા જારી કરાયેલી યાદીમાં આ લોકોનાં નામો છે, કે જેમની સુરક્ષા પાછી ખેંચવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગેની જાણ સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એનએસજી તેમજ સંબંધિત રાજ્ય સરકારને પણ કરવામાં આવી છે.

You might also like