મીટ પર મુંબઇ બાદ રાજસ્થાનમાં પણ ત્રિદિવસીય પ્રતિબંધ

જયપુર : જૈનોનાં પર્યૂષણ પર્વ દરમિયાન મુંબઇમાં મીટનાં વેચાણ પર પ્રતિબંધની વિરુદ્ધ ભારે હોબાળા વચ્ચે રાજસ્થાનમાં પણ ગુરૂવારે મીટ અને માછલીનાં વેચાણ પર 3 દિવસ માટે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની તરફથી અપાયેલા આદેશો હેઠળ 17,18 અને 19 સપ્ટેમ્બરનાં રોજ માછલી અને મીટનું વેચાણ કરી શકાશે નહી.

ઉલ્લેખનીય છે કે બીએમસી દ્વારા મીટનાં વેચાણ પર પ્રતિબંધની વિરુદ્ધ શિવસેના અને મનસેએ રોષ વ્યક્ત કર્યો છે. મુંબઇમાં પરૂષણ દરમિયાન મીટ અને ચિકનનાં વેચાણ પર પ્રતિબંધ છે જો કે માછલી અને ઇંડાનાં વેચાણ પર કોઇ જ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો. પરૂષણ દરમિયાન મીટ પર પ્રતિબંધ કોઇ નવું નથી, આવા પ્રતિબંધ 1964થી જ લાગી રહ્યા છે. 

રાજસ્થાન અને મહારાષ્ટ્ બંન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ પ્રતિબંધને કારણે વિપક્ષી પાર્ટીઓને તેની આલોચનાં કરવા માટેની તક મળી ગઇ છે. એનસીપી અને કોંગ્રેસ દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ આ બધું 2017માં આવનારી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં લઇને કરી રહ્યું છે. ત્યારે ભાજપે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે આ નિર્ણય નગરનિગમનો છે અને મહારાષ્ટ્ર સરકારની આામાં કોઇ જ ભુમિકા નથી. 

You might also like