મિશલના નસીબમાં ફર્નિચર નથી  

કલર્સ પર પ્રસારિત થતાં શો ‘લાગી તુઝસે લગન’ ફેમ મિશલ રાહેજાએ હાલમાં જ ઓનલાઇન સ્ટોર્સમાંથી ફર્નિચરની ખરીદી કરી હતી. ફર્નિચર ખરાબ નીકળતાં તેણે વારંવાર ઓનલાઇન સ્ટોર્સને જાણ કરી હતી. આમ છતાં તે બદલી ન અપાતા મિશલે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. લગભગ પાંચ વર્ષ પહેલાં પણ મિશલે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, કારણ કે ત્યારે પણ તેણે ખરીદેલું ફર્નિચર ખરાબ નીક્ળ્યું હતું. તેથી લાગે છે કે ફર્નિચર તેના નસીબમાં નથી. 

You might also like