મિશન ઈમ્પોસિબલ-૫માં ભારતીય ટેક્નિશિયન

ટોમ ક્રૂઝને મિશન ઈમ્પોસિબલ ફોર્સના હીરો સ્વરૂપે દર્શાવતી ફિલ્મ શ્રેણી ‘મિશન ઈમ્પોસિબલ’ની પાંચમી ફિલ્મ સાત ઓગસ્ટે રજૂ થઈ રહી છે. શ્વાસ થંભાવી દે એવા દિલધડક સ્ટન્ટ દર્શાવતી આ ફિલ્મમાં અશક્ય એવા સ્ટન્ટ કમ્પ્યૂટર ગ્રાફિક્સની ટેક્નિક એસએફએક્સ દ્વારા પડદા પર સાકાર કરવામાં આવ્યા છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ તરીકે ઓળખાતી આ કમ્પ્યૂટર કરામત કરનારી ટીમ મૂળ ભારતીય એવા ધીરેન્દ્ર છાટપારની છે.

તેમની ટીમ ભારત અને અમેરિકા બંને સ્થળે કામ કરે છે. ટીમના સાથીઓ છે, સૌરભ નાંદેદકર, અભિષેક સિંઘ અને ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય. એમની સાથે બીજા પાંચ ટેક્નિશિયન્સ પણ જોડાયેલા છે જે લાઈટિંગ ટેક્નિક, પ્રેપ અને રોટો, ડિજિટલ કમ્પોઝિશન અને મેચમૂવની કામગીરી સાચવે છે.

ધીરેન્દ્ર છાટપારે ફિલ્મસર્જક તારસેમસિંઘની ૨૦૧૨માં આવેલી ફિલ્મ મિરર મિરરથી સ્પેશિયલ ઈફેક્ટ એડિટર તરીકેની કામગીરી આરંભી હતી. એજ ઓફ ટુમોરો, ફાર્ડિયન્સ ઓફ ગેલેક્સી, વ્હાઈટહાઉસ ડાઉન અને સિન સિટી તાજેતરની ફિલ્મો છે. બોલીવૂડમાં બજરંગી ભાઈજાનમાં પણ તેમની સ્પેશિયલ ઈફેક્ટ્સ છે. તેમની ટીમના નાંદેદકર એબીસીડી, નોનસ્ટોપ અને ભાગ મિલ્ખા ભાગમાં ડિજિટલ કમ્પોઝર તરીકે ચમકારો બતાવી ચૂક્યા છે. 

ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય થ્રીડી મોડેલર છે. મિશન ઈમ્પોસિબલ-પાંચ ઉપરાંત બોલીવૂડની કાઈપો છે, દબંગ-ટુ અને હા.સ્ફૂલ-ટુમાં થ્રીડી મોડેલિંગ કરી ચૂક્યા છે.

 

You might also like