મિડ-ડે મીલ યોજના પર કોઇ રાહત આપવાનો કેન્દ્ર સરકારનો ઇન્કાર

નવી દિલ્હીઃ દુરગામી અસર થાય તેવા એક ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે હવે મિડ ડે મિલ અથવા તો મધ્યાહન ભોજન યોજના માટે મળનાર એલપીજી ગેસ સિલિન્ડર પર કોઇ રાહત રાજ્યોને નહી આપવાનો નિર્ણય કર્યો છે. આનો મલલબ એ થયો કે આ સ્કીમને લઇને રાજ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે આ યોજના માટે પણ રાજ્ય સરકારોને બજાર કિંમતે જ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવાશે. આના માટે કોઇ પણ પ્રકારની સબસિડીની જોગવાઇ કરવામાં આવશે નહી.

આ વધારાના બોજનો ઉકેલ શોધી કાઢવા માટે કેટલાક રાજ્યો માનવ સંશાધન વિકાસ મંત્રાલય સુધી પોતાની રજૂઆત કરવાના મુડમાં દેખાઇ રહ્યા છે. મિડ ડે મિલ પર પણ હવે સરકારો વચ્ચે ખેંચતાણની સ્થિતી રહે તેવી શક્યતા છે. એપ્રિલ ૨૦૧૫માં કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ટુક સમયમાં જ રાજ્યોને મિડ ડે મિલ માટે બજાર કિંમત પર એલપીજીની વ્યવસ્થા કરવામાં આવશે. આના માટે સરકાર કોઇ રાહત આપશે નહી.

મે મહિનામાં જ કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ટુંક સમયમાં જ રાજ્યોને મિડ ડે મીલ માટે બજાર કિંમત પર એલપીજીની વ્યવસ્થા કરવી પડશે. તાજેતરમાં જ આ યોજનાના બજેટમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ આ યોજનાને લઇને આંતરિકરીતે સ્થિતી સારી દેખાઇ રહી ન હતી. બિહારના માનવ સંશાધન વિકાસ પ્રધાન પીકે શાહીએ કહ્યુ છે કે આ નિર્ણય આ યોજનાના ચિત્રને ધુંધળુ બનાવી દેશે.તેમનુ કહેવુ છે કે બિહારમાં આશરે દોઢ કરોડથી વધારે બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ યોજના હેઠળ દરરોજ ૧૧.૬૭ લાખ સરકારી સ્કુલોના પહેલા ધોરણથી લઇને આઠમાં ધોરણના ૧૦ કરોડ બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં આ યોજના માટે ૧૩ હજાર કરોડનુ બજેટ નક્કી કરવામાં આવ્યુ હતુ. જે આ વખતે વર્ષ ૨૦૧૫-૧૬ માટે ઘટાડીને નવ હજાર કરોડ કરવામાં આવતા તેની સામે નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. એટલે કે આ ફ્લેગશીપ સ્કીમ માટે ફાળવણીને ૩૦ ટકા સુધી ઘટાડી દીધી હતી. હાલમાં કેટલીક સામાજિક સેક્ટરની સ્કીમ માટે કેન્દ્રિય ફાળવણીમાં કાપ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ઉત્તરપૂર્વીય પ્રદેશમાં ખર્ચ પૈકી ૯૦ ટકા રકમ ઉપાડે છે જ્યારે દેશના બાકીના ભાગો માટે ૭૫ ટકા બોજ ઉપાડે છે.

કેટલાક રાજ્યો અને ખાસ કરીને ઉત્તરપૂર્વી પ્રદેશની સરકારો આ નિર્ણયનો વિરોધ કરીને રજૂઆત કરવા માટે તેમના પ્રતિનિધીઓ મોકલે તેવી શક્યતા છે.  બિહારમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાનાર છે ત્યારે આ યોજનાના કારણે ભાજપને નુકસાન થઇ શકે છે. કારણ કે બિહારમાં આ યોજના હેઠળ રહેલા બાળકોની સંખ્યા કરોડોમાં છે. આ સ્કીમ હેઠળ ૧૦ કરોડ બાળકોને ભોજન આપવામાં આવે છે. આવી સ્થિતીમાં વાલીઓ પણ બિહારમાં વાંધો ઉઠાવે તેવી શક્યતા છે.

 

You might also like