માહેલા જયવર્દનેની ઈંગ્લેન્ડના બેટિંગ સલાહકાર તરીકે નિમણૂક

લંડનઃ તાજેતરમાં જ નિવૃત્ત થયેલા શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન માહેલા જયવર્દનેની ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બેટિંગ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અંગે ઈંગ્લેન્ડના બેટ્સમેન ઈયાન બેલનું માનવું છે કે દિગ્ગજ બેટ્સમેન માહેલા જયવર્દનેની ટીમના બેટિંગ સલાહ તરીકેની નિમણૂકને કારણે ભારતીય ઉપખંડમાં ઈંગ્લેન્ડના પ્રદર્શનમાં સુધારો થશે. જયવર્દને આગામી મહિને પાકિસ્તાન વિરુદ્ધની યોજાનાર ટેસ્ટ શ્રેણીથી ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાઈ જશે. ઇયાન બેલે કહ્યું કે, ”હું તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા માહેલા પાસેથી સલાહ લેવાનું પસંદ કરીશ. અમારે ભારતીય ઉપખંડમાં અમારા પ્રદર્શનમાં સુધારો લાવવાની જરૂર છે.”

You might also like