માલેગાંવ વિસ્ફાેટ: મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને સુપ્રીમની નોટિસ

નવી દિલ્હીઃ ૨૦૦૮ના માલેગાવ વિસ્ફાેટ કેસમાં અેનઆઈઅેના વકીલ રાેહિણી સાલિયાનના આરાેપાેની અેસઆઈટી તપાસની માગણી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર તથા અેનઆઈઅેને નાેટિસ આપી છે. આ કેસમાં રાેહિણીઅે જણાવ્યું હતું કે તેમને અેનઆઈઅેના કેટલાક અધિકારીઆેઅે કેસમાં ઢીલાશ રાખવા જણાવ્યું હતું.  

આ અંગે સુપ્રીમ કાેર્ટમાં સામાજિક કાર્યકર હર્ષ માંદરે અરજી દાખલ કરી છે. અરજીમાં રાેહિણી સાલિયાનને ફરીથી સ્પેશિયલ પબ્લિક પ્રાેસિક્યુટરની નિમણૂક કરવાની માગણી કરવામાં આવી છે. જેના આધારે ન્યાયાધીશ જે. ચેલામેશ્વર અને ન્યાયાધીશ અભય મનાેહર સપ્રેની બેન્ચે નાેટિસ પાઠવી છે.

અરજીમાં જણાવાયું હતું કે સુપ્રીમ કાેર્ટના જ આદેશ મુજબ નીચલી કાેર્ટ અેક સપ્તાહમાં સાધ્વી પ્રજ્ઞા અને બાકી આરાેપીઆેના જામીન અંગે ચુકાદાે આપી દેશે. તેથી હાલ નીચલી કાેર્ટની કાર્યવાહી અટકાવી દેવામાં આવે. પરંતુ સુપ્રીમ કાેર્ટે તે અંગે ઈનકાર કરતાં આ કેસની અેક સપ્તાહ બાદ સુનાવણી કરવામાં આવશે. 

You might also like