મારું શરીર મારું ઈન્સ્ટ્રુમેન્ટ છેઃ રાધિકા અાપ્ટે

બોલિવૂડમાં પોતાની એક ઓળખ ઊભી કરનાર રાધિકા અાપ્ટે તામિલ, તેલુગુ, મરાઠી, બાંગ્લાદેશી તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અા અભિનેત્રીને કોઈ પણ પ્રકારના રોલ ભજવવા સામે કોઈ જ વાંધો નથી. તે કહે છે કે હું એક ઉદાર ફે‌િમલીમાં જન્મી છું, મારું પાલનપોષણ એકદમ ખુલ્લા વિચારવાળા માહોલમાં થયું છે. હું હંમેશાં જાતજાતની વાતો અને ચર્ચાઓથી દૂર રહી છું અને હંમેશાં દૂર રહેવા ઈચ્છું છું. હું એવું માનતી નથી કે અાપણું શરીર કોઈ ગંદકી છે. મારું માનવું છે કે હું એક અભિનેત્રી છું અને અા શરીર મારું ઈન્સ્ટ્રુમેન્ટ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મને કોઈ પણ વસ્તુનો ડર લાગતો નથી અને હું મારું કામ પૂરી મહેનતથી કરું છું.રાધિકા અાપ્ટેને લોકો અાજના જમાનાની સ્મિતા પાટીલ કહી રહ્યા છે. તે કહે છે કે અાટલી મોટી અિભનેત્રી સાથે મારું નામ જોડાય તે મને ખૂબ સારું લાગે છે. મારા માટે અા એક સન્માનની વાત છે. હું હંમેશાં તેમની ફેન રહી છું, મેં તેમની ઘણી ફિલ્મો જોઈ છે. લોકો જ્યારે મારા કામની તુલના તેમની સાથે કરે તો ખૂબ સારું લાગે છે, જોકે હું ખુદ મારું નામ બનાવવા ઈચ્છું છું, જેથી લોકો મને મારા કામથી ઓળખે.  અનેક ભાષાઓની ફિલ્મોમાં કામ કરવાના અનુભવની વાત કરતાં રાધિકા કહે છે કે મને માત્ર હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષા જ અાવડે છે. થોડું ગણું બાંગ્લા પણ જાણું છું. બાકીની ભાષાઓમાં મને મહેનત કરવી પડે છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મો માટે મને જ્યારે સ્ક્રિપ્ટ મળે છે ત્યારે તેઓ સાથે મને એક કોચ પણ અાપે છે, જેની મદદથી હું દરેક શબ્દનો અર્થ સમજું છું અને લખું છું. ક્યાં શું બોલવાનું છે એ બધું હોમવર્ક બાદ જ કરી શકું છું. •
 
You might also like