મારી સક્સેસ પાર્ટી પબ્લિસિટી માટે હોતી નથીઃ અભિષેક

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જુનિયર બીના નામની પ્રસિદ્ધ અભિષેક બચ્ચનને બોલિવૂડમાં એક દોઢ દાયકા જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ તે પોતાના પિતા જેટલો લોકપ્રિય બની શક્યો નથી. એ વાત તો કદાચ એમ પણ શક્ય ન હતી, પરંતુ તેને સુપરસ્ટારનો દરજ્જો પણ મળ્યો નથી. અભિષેકને સુપરસ્ટારનો દરજ્જો ભલે ન મળ્યો હોય, પરંતુ વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરીને તેણે ખુદને સારો અભિનેતા સ્થાપિત કર્યો છે. હાલમાં તે ‘ઓલ ઈઝ વેલ’ ફિલ્મ કરી રહ્યો છે. તે એક ફે‌િમલી ડ્રામા છે. 

‘ઓલ ઈઝ વેલ’ ફિલ્મ અંગે વાત કરતાં અભિષેક કહે છે કે અા ફિલ્મ પિતા-પુત્રના સંબંધોને દર્શાવે છે, જેમાં એક સામાજિક સંદેશ છે. ઋષિ કપૂર ફિલ્મમાં મારા પિતાના પાત્રમાં છે. અભિષેકના ખાતામાં કેટલીક હિટ ફિલ્મો પણ છે, પરંતુ તે સક્સેસ પાર્ટીઓ સાથે કેમ જોડાતો નથી એ અંગેના જવાબમાં તે કહે છે કે એવું બિલકુલ નથી કે હું સક્સેસ પાર્ટી અાપતો નથી, પરંતુ મારી પાર્ટી ફિલ્મની સમગ્ર ટીમ માટે હોય છે. પ્રચાર કે પીઅારના ઉદ્દેશો માટે નહીં, જે લોકો સક્સેસ પાર્ટી કરે છે અને મીડિયાને બોલાવે છે તેઓ અાવું પબ્લિસિટી માટે કરતા હોય છે. હું અાવી પાર્ટી માત્ર ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ સાથે કરું છું, જેણે ફિલ્મને સફળ બનાવવામાં યોગદાન અાપ્યું હોય. 

અભિષેક બચ્ચન તેની હોમ પ્રોડક્શન કંપની એ.બી. કાેર્પમાં સક્રિય રીતે રુ‌િચ લે છે. તે દરેક પ્રોજેક્ટના પ્રી-પ્રોડક્શનથી લઈને પોસ્ટ-પ્રોડક્શન સુધી દરેક પગલે તેમાં સામેલ રહે છે.  

 

You might also like