મારી પહેલી લડાઇ મારા જ સમાજ સામે : હાર્દિક પટેલ

અમદાવાદ : અમદાવાદમાં પૂતળા સળગાવવામાં આવ્યા અને ઠેરઠેર વિરોધ બાદ હાર્દિક પટેલે રાજીનામાંની ચિમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે ગુજરાત 26 જિલ્લા અને 38 તાલુકાનાં કન્વીનર જોડાયેલા છે.

જો તેમાંથી 10 કન્વીનર પણ મારો વિરોધ કરશે તો હું આંદોલન છોડી દઇશ.તેણે મેસેજમાં ઉલ્લેખ કર્યો હતો કે કન્વીનર્સ મારો વિરોધ નથી કરી રહ્યા તેઓ તો મને મજબુત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપનાં અમુક લોકો પૂતળા બાળે એનાથી મને કોઇ ફરક નથી પડતો. પરંતુ મને ચિંતા એ છે કે અમારી પહેલી લડાઇ સમાજ સામે જ છે.

જો કે આ મેસેજમાં હુંકાર કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દાંડી યાત્રા કોઇ પણ પરિસ્થિતીમાંથઇને જ રહેશે. જો કે તેણે ઉલ્લેખ કર્યો હતો કે મારા પરિવાર અને મિત્રોને વારંવાર પોલીસ દ્વારા ધમકીઓ મળી રહી છે. જો કે તેને કોઇ ધમકી નહી મળી હોવાનું તેણે જણાવ્યું હતું.

You might also like