મારા કમબેક પાછળ પણ સલમાન છેઃ સ્નેહા ઉલ્લાલ

સલમાન ખાનની સાથે વર્ષ ૨૦૦૫માં લકી-નો ટાઈમ ફોર લવ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂકનાર સ્નેહા ઉલ્લાલે બાદમાં ‘અાર્યન’ અને ‘કાસ મેરે હોતે’ ફિલ્મમાં કામ કર્યું, પરંતુ તેને સફળતા ન મળી. શરૂઅાતના સમયમાં મળેલી અસફળતા બાદ તેણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું.  ‘બેજુબાન ઈશ્ક’ ફિલ્મ દ્વારા તે ફરી એક વાર બોલિવૂડમાં પાછી અાવી. 

લાંબા સમય બાદ કમબેક કરવાના અનુભવ અંગે તે કહે છે કે હું છ વર્ષ બાદ બોલિવૂડમાં પાછી ફરી છું તે માટે ખૂબ ખુશ છું. ઘણા ઓછા લોકો એવા હોય છે, જેમને અાટલા લાંબા સમય બાદ બોલિવૂડમાં ફરી વખત મોકો મળે છે. હું યોગ્ય સમય અને યોગ્ય કહાણીની રાહ જોતી નથી. બોલિવૂડમાં અેક વાર ગાયબ થયા પછી લોકો પાછા ફરી શકતા નથી, પરંતુ હું એ બાબતે મારી જાતને લકી માનું છું. ‘લકી’ ફિલ્મ બાદ મને સારી કહાણીઓ મળી ન હતી, તેથી મેં બોલિવૂડને અલવિદા કરી દીધું.

સ્નેહા બોલિવૂડમાં પાછી કોના કારણે અાવી તે અંગે બિનધાસ્ત રીતે જણાવતાં તે કહે છે કે મારા કમબેક પાછળ સલમાન ખાન છે. સલમાન હંમેશાં મારો મેન્ટર રહ્યો છે. તે પહેલી ફિલ્મ માટે માત્ર મારા કો-સ્ટાર ન હતા, પરંતુ તે મારા ગુરુ, મિત્ર અને ગોડફાધર બધું જ છે. હું માત્ર અને માત્ર સલમાનના કારણે બોલિવૂડમાં પરત ફરી શકી છું. 

 

You might also like