માતાએ ઠપકો અાપતાં પુત્રીનો અાપઘાત  

અમદાવાદઃ નરોડા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં નજીવી બાબતે માતાએ ઠપકો અાપતા મનમાં લાગી અાવવાથી પુત્રીએ અાત્મહત્યા કરી લેતા પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે નરોડાના વિજય મિલ સામે અાવેલ લક્ષ્મીપુરની ચાલીમાં રહેતી ૧૪ વર્ષની વયની પ્રીતિ લલિતભાઈ જયસ્વાલ નામની કિશોરી પોતાના ચાર વર્ષના ભાઈ સાથે સાંજના સુમારે ટીવી જોતી હતી તે વખતે બંને ભાઈ-બહેન વચ્ચે ટીવી જોવા બાબતે ઝઘડો થયો હતો. અાથી તેની માતાએ પ્રીતિને ઝઘડો ન કરવા જણાવી ઠપકો અાપતા પ્રીતિને માઠું લાગ્યું હતું અને રૂમનો દરવાજો બંધ કરી શરીર પર ઘાસલેટ છાંટી અાગ ચાંપી દીધી હતી. બુમાબુમ થતાં લોકોએ રૂમનો દરવાજો તોડી પ્રીતિને સળગતી હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળતા પહેલા તેનું મોત થયું હતું. 
You might also like