માઈક્રોસોફ્ટનો સૌથી સસ્તો ઈન્ટરનેટવાળો નોકિયા ૨૧૫ ભારતમાં લોન્ચ

માઈક્રોસોફ્ટે કંપનીનો સૌથી સસ્તો ઈન્ટરનેટ રેડી ફોન નોકિયા ૨૧૫ ડ્યૂલ સિમ ભારતના બજારમાં લોન્ચ કરી દીધો છે.

આ કેટેગરીમાં આ પહેલો ફોન છે જે યુઝર્સને ૯ સ્થાનિક ભાષામાં ફેસબુક વાપરવાના વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત ફેસબુક મેસેન્જર પણ ફોનમાં પ્રી લોડેડ હશે. માઈક્રોસોફ્ટ મોબાઈલ્સ ઓવયની સબ્સિડરી નોકિયા ઈન્ડિયા સેલ્સના માર્કેટિંગ ડાયરેક્ટર રઘુવેશ સ્વરૂપે વધુમાં જણાવ્યું કે ” ભારત ‘મોબાઈલ ફસ્ટ’ માર્કેટ છે અને ઈન્ટરનેટ એક્સેસ માટે ફિચર ફોન્સ પર મોટી સંખ્યામાં મોબાઈલ યુઝર્સ નિર્ભર રહેતા હોય છે. માઈક્રોસોફ્ટ પહેલીવાર મોબાઈલ ફોન વાપરનારાઓ માટે એવો ફોન લાવવા માટે પ્રતિબધ્ધ છે જેમાં શ્રેષ્ઠ ટેકનોલોજી પણ આપવામાં આવશે.”

નોકિયા ૨૧૫ ફોનમાં સીરીઝ ૩૦+ ઓપરેટિંગ સિસ્ટમ અને વીજીએ કેમેરા છે. નવાઈની વાત તો એ છે કે આ ફોનની કિંમત કંપનીએ માત્ર ૨,૧૪૯ રૂપિયા રાખી છે. 

You might also like