માઇક્રોમેક્સ નવો સ્માર્ટફોન 'કેનવાસ પ્લે' મચાવશે ધૂમ

નવી દિલ્હીઃ કેનવાસ સ્પાર્ક સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ, માઇક્રોમેક્સ વધુ એક એંન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ કેનવાસ પ્લે નામના એક ફોનને કંપનીની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે અને તેના સંબંધિત કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે ઇબેએ કેનવાસ પ્લેને ૭૪૯૦ રૂપિયામાં લિસ્ટ કર્યો છે.

જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ ફોન બીજા કોઇ પ્લેટફોર્મ પર વેચાશે કે પછી ઇબે તેનો ઓફિશિયલ સેલર હશે. જ્યાં સુધી માઇક્રોમેક્સ કેનવાસ પ્લેના સ્પેસિફિકેશન્સનો સવાલ છે, તેમાં ૫.૫ ઇંચની FWVGA સ્ક્રીન છે. તેનું રિઝૉલ્યૂશન  ૪૮૦x૮૫૪ પિક્સલ છે, 8 જીબી મેમરી, ૧ જીબી રેમ અને ૧.૩ ગીગાહર્ટ્ઝ પર ક્લૉક્ડ મીડિયાટેક MT૬૫૮૫M ક્વાડ-કોર પ્રોસેસર છે. આ ફોન એંડ્રોયડ ૫.૦ પર ચાલે છે.

માઇક્રોમેક્સ અનુસાર આ ફોનમાં ફક્ત ૩.૬૦ GB ઇન્ટરનલ સ્ટોરેજ સ્પેસ એપ્સ અને માસ સ્ટોરેજ માટે ઉપલબ્ધ છે. એક્સપૈંડેબલ મેમરીની લિમિટ ૩૨ જીબી છે. આ એક ૩G ડ્યૂઅલ સિમ (માઇક્રો+નોર્મલ સિમ) સ્માર્ટફોન છે જેમાં ૫ મેગાપિક્સલ ફિક્સ્ડ ફોકસ પ્રાઇમરી કેમેરો છે અને ફક્ત ૩.૦ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં ૨૮૨૦ mAh બેટરી છે. જે માઇક્રોમેક્સના દાવા અનુસાર ૧૦ કલાકનો ટોકટાઇમ આપે છે. તેમાં મોશન, પ્રોક્સિમિટી અને લાઇટ સેન્સર્સ છે.

You might also like