માઇકલ ક્લાર્કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

નોટિંગ્હામઃ ઇંગ્લેન્ડ સામે ટેન્ટબ્રિજ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ એક ઇંનિગ્સ અને ૭૮ રને ઓસ્ટ્રેલિયાની હાર થયા બાદ કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાનાર છે જે તેની કેરિયરની અંતિમ ટેસ્ટ મેચ રહેશે. માઇકલ ક્લાર્ક ઓવલ ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે તે તેની ૧૧૫મી અને અંતિમ ટેસ્ટ મેચ રહેશે. પોતાની જનરેશનના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન ધરાવનાર ૩૪ વર્ષીય માઇકલ ક્લાર્કની આજે ટેન્ટબ્રિજ ખાતે ચોથી ટેસ્ટમાં હાર થયા બાદ ચિંતાજનક સ્થિતિ હતી.

અગાઉ સિડની ટેલિગ્રાફ અખબારે ક્લાર્કને ટાંકીને કહ્યું હતું કે,  એશીઝ શ્રેણી બાદ તે નિવૃત્તિ લઇ લેશે. અલબત્ત ઓસ્ટ્રેલિયન કેપ્ટને પોતાના કેરિયરને આગળ ચલાવવાની વાત કરી હતી. માઇકલ ક્લાર્કની સમગ્ર કેરિયર ખુબ શાનદાર રહી છે. અલબત્ત વારંવાર પીઠની તકલીફ રહી છે અને અન્ય ઇજાઓ પણ તેને રહી છે છતાં માઇકલ ક્લાર્ક ઓલટાઇમ ઓસ્ટ્રેલિયન સારા ખેલાડીઓમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો છે. તે કેટલીક એવી સિદ્ધિઓ મેળવી ચુક્યો છે જે ઓસ્ટ્રેલિયન મેળવી શક્યા નથી.

સ્ટીવ સ્મિથ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકેની જવાબદારી તેવી શક્યતા છે. માઇકલ ક્લાર્કે પોતાની કેરિયરમાં ૨૮ ટેસ્ટ સદી ફટકારી હતી જે મહાન ખેલાડી ડોન બ્રેડમેનની સદી કરતા એક સદી ઓછી છે. માઇકલ ક્લાર્કે પોતાની કેરિયરમાં ૧૧૪ ટેસ્ટ મેચ રમી છે. ક્લાર્કનો દેખાવ એશીઝ શ્રેણીમાં ખુબ જ નિરાશાજનક રહ્યો છે. તે આઠ ઇનિંગ્સમાં ૧૬.૭૧ રનની સરેરાશ સાથે રન બનાવી શક્યો છે. સમગ્ર શ્રેણીમાં તેનો ફ્લોપ શો રહ્યો છે. તેના કંગાળ દેખાવની ચારેબાજુ ટિકા થઇ રહી હતી. તે હાલમાં ફ્લોપ હોવાથી તેની સરેરાશ ૫૦થી નીચે ઉતરી હતી.

વિરાટે ‘શાનદાર ક્રિકેટ યાત્રા’ માટે કલાર્કને શુભેચ્છા પાઠવીમાઈકલ કલાર્કની કપ્તાનીના વખાણ કરતાં ભારતની ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ સંન્યાસ લઈ રહેલ ઓસ્ટ્રેલિયન કપ્તાનને તેની ‘શાનદાર ક્રિકેટ યાત્રા’ માટે શુભેચ્છા આપી હતી જેનો અંત ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ પછી આવવાનો છે.

કોહલીએ કલાર્કના વખાણ કરતા ટ્વિંટ કર્યું, શાનદાર ક્રિકેટ યાત્રા માટે માઈકલ કલાર્કને અભિનંદન, એક શાનદાર કપ્તાન જેના આંકડા તેના રેકોર્ડનું સમર્થન કરે છે. ઈંગ્લેન્ડ સામે ૨૦ ઓગસ્ટના શરૂ થઈ રહેલ પાંચમી અને અંતિમ ટેસ્ટ પછી કલાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બાયબાય કહેવાનો નિર્ણય કર્યો છે. સિરીઝમાં ઓસ્ટ્રેલિયા અત્યારે ૧-૩ થી પાછળ છે. ૩૪ વર્ષીય કલાર્કે પોતાની કરિયર દરમિયાન ઈજાઓ સામે ઝઝૂમતો રહ્યો અને ગઈકાલે નોટિંગહામમાં ચોથી ટેસ્ટ પૂરી થયા બાદ પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી કલાર્કે કોહલીને ટ્વિટનો જવાબ આપતા તેનો આભાર માન્યો હતો.

માઇકલ ક્લાર્ક પ્રોફાઇલ

નામ: માઇકલ જહોન ક્લાર્ક

જન્મ તારીખ: બીજી એપ્રિલ ૧૯૮૧

જન્મ સ્થળ: લીવરપુલ, ન્યૂ સાઉથવેસ્ટ

ટેસ્ટ-વનડે: ૧૧૪-૨૪૫

ટેસ્ટ-વનડે રન: ૮૬૧૫-૭૯૮૧

ટેસ્ટ-વનડે સદી: ૨૮-૮

ટેસ્ટ -વનડે અડધી સદી: ૨૭-૫૮

ટેસ્ટ-વનડે સરેરાશ: ૪૯.૫૧-૪૪.૫૮

ટેસ્ટ-વનડે વિકેટ: ૩૧-૫૭

ટોપ ટેસ્ટ-વનડે સ્કોર: ૩૨૯-૧૩૦

ટેસ્ટ-વનડે કેચ: ૧૩૧-૧૦૫

 

You might also like