માંસ પરનો પ્રતિબંધ લોકો પર લાદી ન શકાય : સુપ્રીમ

નવી દિલ્હી : જૈનોનાં પર્વ પર્યુષણ દરમિયાન મિટનાં વેચાણ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે બોમ્બે હાઇકોર્ટનાં આદેશ અંગે સુપ્રીમ કોર્ટે કોઇ પણ પ્રકારની ટીપ્પણી કે કાર્યવાહી કરવાની મનાઇ કરી દીધી છે. ગુરૂવારે જસ્ટિસ ટી.એસ ઠાકુર અને જસ્ટિસ કુરિયન જોસેફની બેન્ચે પ્રતિબંધ મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રતિબંધનો વિરોધ કરી રહેલા લોકો અંગે ઓથોરિટીનું વલણ સહિષ્ણું હોવું જોઇએ. બેન્ચ જૈન સમુદાયનાં એક ધાર્મિક સંગઠનની તરફથી બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાની વિરુદ્ધ દાખલ અરજી પણ સુનવણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અહિંસાની ભાવના અમારા સંવિધાન દ્વારા પોષિત છે અને તે જાનવરોની ભલાઇ સાથે જોડાયેલો મુદ્દો પણ છે. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જાનવરો પ્રત્યે પણ દયાની ભાવના રાખવી જોઇએ અને દુનિયાનાં ઘણા દેશ આ પ્રકારનાં દર્શનમાં વિશ્વાસ રાખે છે. તેનાં જવાબમાં બેન્ચે કહ્યું કે દયાની ભાવના માત્ર પર્વો દરમિયાન જ કેમ દેખાડવામાં આવે છે, શું આવું હંમેશા ન થઇ શકે ? 

જો કે સુપ્રીમ કોર્ટે આ બાબત અંગે સંમતી વ્યક્ત કરી કે દુનિયામાં જાનવરો પ્રત્યે દયાની ભાવના વધી રહી છે, પરંતુ કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ કોઇ ચોક્કસ સમુદાય પર થોપી શકાય નહી. બેન્ચે કહ્યું કે દેશ અને દુનિયામાં એવું થઇ રહ્યું છે. સહિષ્ણુતાની ભાવના ખુબ જ જરૂરી છે અને સુધાર દ્વારા સમાજમાં તેને વધારવી પડશે. કોર્ટે કહ્યું કે દયા માત્ર પર્વો દરમિયાન નહી પરંતુ હંમેશા હોવી જોઇએ. 

You might also like