માંઝી- ધ માઉન્ટેન મેનઃ વિકેન્ડમાં ખાસ જુઓ

પ્રેમની તાકાત કેટલી હોય છે તે અા ફિલ્મમાં ડિરેક્ટર કેતન મહેતાએ અદ્ભુત રીતે દર્શાવ્યુ છે. મિર્ચ મસાલા, મંગલ પાંડે જેવી રિયાલિસ્ટીક મૂવી બનાવનાર કેતન મહેતાએ ફરી એક અદ્ભુત ફિલ્મ બનાવી છે. નવાઝુદ્દીનની કરિયરનો સૌથી બેસ્ટ રોલ તેને અા ફિલ્મમાં મળ્યો અને પોતાની જબરજસ્ત અભિનય ક્ષમતાથી તેને પૂરેપૂરો ન્યાય પણ અાપ્યો છે. રાધિકા અાપ્ટે, તિમાંશુ ધુલિયા જેવા કલાકારોને ફિલ્મને વધુ મજબૂત બનાવી છે.

કેતન મહેતા દ્વારા ડિરેક્ટ  કરાયેલી ફિલ્મ માંઝી-ધ માઉન્ટેન મેનમાં નવાઝુદ્દીન સિદ્ધિકીએ પોતાનું બેસ્ટ કામ  આપ્યું છે. રિયલ સ્ટોરી પર આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેમાં ડિરેક્ટરથી લઈ કલાકારો સુધી બધાંએ પોતાનું બેસ્ટ કામ આપ્યું છે. હું આ ફિલ્મને 5 સ્ટાર આપીશ. 

પાર્થ શાહ, આંબાવાડી

કેતન મહેતા દ્વારા એક સામાન્ય માણસના જીવનને બે કલાકમાં મૂકવું એ મહેનતનું કામ છે, જે તેમણે સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. દરેકે આ ફિલ્મ એક વાર તો જોવી જોઈએ. હું આ ફિલ્મને 5 સ્ટાર આપીશ.

કુણાલ શાહ, શાહીબાગ 

માંઝી-ધ માઉન્ટેન મેનમાં દશરથ માંઝીના પાત્રમાં નવાઝુદ્દીને તેનું બેસ્ટ કામ આપી મૂવી હિટ કરી બતાવી છે. કેતન મહેતાએ પણ ખૂબ મહેનત કરી હોય તે ફિલ્મમાં દેખાઈ આવે છે. જ્યારે સ્ટાર કાસ્ટમાં નવાઝુદ્દીનને લઈ તેમણે આ ફિલ્મને વધુ પરફેક્ટ બનાવી દીધી છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ.

રેનુ અગ્રવાલ, શ્યામલ 

ફિલ્મમાં એક સંવાદ છે, જે દરેકના જીવનને લગતો છે અને મને પણ ખૂબ પસંદ પડ્યો છે , ‘ભગવાનના ભરોસે ન બેસવું જોઈએ, શું ખબર ભગવાન આપણા ભરોસે બેઠા હોય.’ આ ડાયલોગ ફિલ્મ વિશે બધું કહેવામાં સક્ષમ છે. હું આ ફિલ્મને 5 સ્ટાર આપીશ.

રુહિના મલિક, એસ.જી. હાઈવે

 

You might also like