માંઝીને ઝટકો : વરિષ્ઠ નેતા દેવેન્દ્ર યાદવે રાજીનામું ધર્યુ

પટના : બિહાર ચૂંટણીમાં માંઝીની પાર્ટી હિન્દૂસ્તાની અવામ મોર્ચાને ભાજપે ભલે 20 સીટો આપીને ખુશ કરી દીધી હોય. પરંતુ એક તરફ જ્યારે જદયુ માંઝીને નિશાન બનાવી રહી છે ત્યારે હવે પક્ષમાંથી જ અસંતોષ ઉભો થવા લાગ્યો છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાજપ દ્વારા આટલી ઓછી સીટો ફાળવવામાં આવતા પાર્ટીથી પરેશાન વરિષ્ઠ નેતા દેવેન્દ્ર યાદવે પાર્ટીમાં રાજીનામું ધરી દીધું છે. યાદવે તેમ કહીને રાજીનામું આપ્યું છે કે માંઝીને સીટોનાં નામે ભીખ આપવામાં આવી છે. 

માંઝીએ માત્ર 20 સીટો સ્વિકારી લીધી તે મુદ્દે પણ તેઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. યાદવે રાજીનામાની પૃષ્ટિ કરતા પાર્ટી પ્રવક્તા દાનિશ અલીએ કહ્યું કે હાલ તેમનું રાજીનામું પાર્ટીનાં મુખ્યમથક સુધી પહોંચ્યું નથી. 

You might also like