Categories: News

મહિલાઓને ફાઈટર પાઈલટ તરીકે હવાઈ દળમાં સામેલ કરાશે

હિન્ડોન એર ફોર્સ બેઝ : ભારતીય હવાઇ દળના વડા અરૃપ રાહાએ આજે એક મહત્વની જાહેરાત કરીને કહ્યું કે મહિલાઓને ટૂંક સમયમાં જ ફાઇટર પાઇલટ્સ તરીકે સામેલ કરવામાં આવશે. ભારતીય હવાઈ દળના ૮૩મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે બોલતાં રાહાએ કહ્યું કે આપણી મહિલા પાઈલટ્સ ટ્રાન્સપોર્ટ વિમાન અને હેલિકોપ્ટર તો ફલાય કરે જ છે, પણ હવે એમને ફાઈટર સ્ટ્રીમમાં પણ સામેલ કરવા અમે વિચારી રહ્યાં છીએ, જેથી દેશની યુવા મહિલાઓની આકાંક્ષા પરિપૂર્ણ કરી શકાય.

રસપ્રદ વાત એ છે કે એર ચીફ માર્શલ રાહાએ જ ગયા વર્ષે મહિલાઓને ફાઈટર પાઈલટ્સ તરીકે સામેલ કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.તેમણે એમ કહ્યું હતું કે મહિલાઓ ફાઈટર પાઈલટ્સ તરીકે ફલાય કરવા માટે શારિરીક રીતે સુસજ્જ હોતી નથી. ખાસ કરીને તેઓ જયારે ગર્ભાવસ્થામાં હોય કે આરોગ્યને લગતા બીજા પ્રશ્નો હોય ત્યારે તેઓ એવી કામગીરી બજાવવા અસમર્થ હોય છે. ભારતીય હવાઈ દળમાં આશરે ૩૦૦ જેટલી મહિલા પાઈલટ્સ છે.

તે છતાં મહિલા પાઈલટ્સની ક્ષમતા અંગે કોઈને કયારેય શંકા રહી નથી. તેઓ અત્યંત જોખમવાળા બચાવ તથા અન્ય મિશનો વખતે વિમાન કે હેલિકોપ્ટર ઉડાડવામાં પુરુષ પાઈલટ્સ જેટલી જ કુશળતા બતાવતી હોય છે.આમાંની કેટલીક પાઈલટ્સ લદાખમાં દૌલત બેગ એએન-૩૨ વિમાનનું ઉડ્ડયન કરી ચૂકી છે. આ સ્થળ વિશ્વમાં જમીન સપાટીથી સૌથી ઉંચે (૧૬,૫૦૦ ફૂટ) આવેલું સ્થળ ગણાય છે. સ્કવેડ્રોન લીડર દીપિકા મિશ્રા તાજેતરમાં સારંગ  હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમમાં જોડાઈ હતી.

admin

Recent Posts

RTOનું સર્વર હેક કરીને ડ્રાઇવિંગ લાઇસન્સમાં ચેડાં કરાયાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી…

14 hours ago

સુખરામનગરમાં ઘરમાં ઘૂસીને પોલીસ કર્મચારી, તેમના પરિવારજનો પર ઘાતક હુમલો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની…

14 hours ago

વિધાનસભાના ટૂંકા સત્રનો વિપક્ષના સૂત્રોચ્ચાર અને હોબાળા સાથે પ્રારંભ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે…

14 hours ago

‘પાસ’ના ભાગેડુ અલ્પેશ કથીરિયાને ક્રાઈમ બ્રાંચે સુરતથી ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા…

14 hours ago

પુલવામા હુમલાનો બદલોઃ સુરક્ષાદળોએ માસ્ટર માઈન્ડ ગાઝી રશીદ અને કામરાનને ફૂંકી માર્યા

(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી…

16 hours ago

CRPF કાશ્મીરમાં જવાનોના કાફલાની મૂવમેન્ટના નિયમોમાં મોટા ફેરફાર કરશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે.…

16 hours ago