મહાસ્વાર્થ ગઠબંધન કોઇના ઇશારે નાચતુ બિગબોસનું ઘર છે : મોદી

બેગુસરાય : વડાપ્રધાન મોદીએ બેગુસરાયનાં એરપોર્ટ મેદાનમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે મહાગઠબંધનનાં બધા જ નેતાઓ સ્વાર્થથી જોડાયેલા છે. આ એક મહાસ્વાર્થબંધન છે. આ બિગબોસનાં ઘર જેવું છે.તેમાં જેટલા પણ લોકો છે એકબીજાનો વિરોધ કરી રહ્યા છે અને બિગબોસ તેમને નચાવી રહ્યો છે. મોદીએ કહ્યું કે સ્વાર્થ પર ટકેલુ આ ગઠબંધનનાં નેતાઓએ પોતાનાં કામનો હિસાબ આપવો જોઇએ. વર્તમાન બિહાર સરકારની આકરી ઝાટકણી કાઢતા તેમણએ કહ્યું કે જે મહાસ્વાર્થ બંધન બન્યું છે તેનાં ત્રણેય દળો (રાજદ, જદયુ તથા કોંગ્રેસ)ને અહીં જનતા યાદ રાખે. 

મોદીએ કહ્યું કે કોંગ્રેસે અહીં 35 વર્ષ સુધી રાજ કર્યું. લાલુ – રાબડી તથા નીતીશ 25 વર્ષ સુધી સત્તામાં રહ્યા હતા. તેઓ જ્યારે એટલા દિવસ સુધી તમારૂ ભલુ નથી કરી શખ્યા તો હવે શું ભલુ કરશે ? શું આવી સરકારને ફરીથી સત્તામાં આવવા દેવી જોઇએ ? મોદીએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં અહી આવી નહોતો શક્યો. અનુભ કરી રહ્યો છું કે આજે ફરીથી બિહારનાં નાગરિકોનાં મનમાં ચૂંટણીનાં પરિણામો કેવા હશે તેનો સવાલ જ નથી ઉઠતો. આટલી જનમેદની જે રીતે હાજર રહી છે તે જોતા જ પરિણામ ખબર પડી જાય છે. બિહારનાં લોકોએ નક્કી કરી લીધું છે કે ભાજપનાં નેતૃત્વવાળી એનડીએ સરકાર જ સત્તામાં આવશે. 

મોદીએ કહ્યું કે અમીરનું બાળક ભણવા માંગે તો સારામાં સારો શિક્ષક મળશે. પણ જો ગરીબનું બાળક ભણવા માંગે તો સરકારી શાળા અને સરકારી શિક્ષણ જ હોય છે. અમીરો માટે હવાઇ જહાજ તૈયાર હોય છે જ્યારે ગરીબો માટે તો સરકારી બસ જ હોય છે. તેમણે કહ્યું કે સરકાર ગરીબોનું જીવન બદલવા માટે હોય છે. ગરીબોનાં કલ્યાણ માટે હોય છે. દેશમાં ચૂંટણી ગરીબો માટે લડવામાં આવી, પણ સરકાર ગરીબો માટે ન ચલાવાઇ.જો ગત્ત સરકારે ગરીબોને ધ્યાનમાં રાખીને કામ કર્યું હોત તો આટલી ગરીબી શક્ય જ નથી. 

લાલુ પર નિશાન લેતા મોદીએ કહ્યું કે, એક છે જંગલરાજનાં પતિ. જેપીનાં નામે, રામમનોહર લોહિયાનાં નામે ગરીબીનું ગીત ગાઇ ગાઇને 15 વર્ષ સત્તામાં બેઠા. આ દિવસોમાં તેઓએ શું શું ખાધુ તમામ લોકો જાણે છે. 

મોદીએ કહ્યું કે શું તેણે રાજ્યમાં માર્ગ, શાળા, શિક્ષણની સ્થિતી સુધારી ? નવયુવાનોને રાજ્ય બહાર જતા અટકાવ્યા ? અપરાધ મુક્ત સમાજ આપ્યો ? આવી સરકારને હવે શું ફરી વખત તક આપવી જોઇએ ? 

નીતીશ વિશે મોદીએ કહ્યું કે 10 વર્ષ સુધી જંગલ રાજ હટાવવાની વાત કરનારા નીતીશ હવે જંગલરાજની સાથે જ જોડાઇ ગયા છે. આજનાં જ દિવસે જેપીનો સ્વર્ગવાસ થયો હતો. જેપીને થોડા સમય માટે યાદ કરો. બેગૂસરાયની તે મહાન આત્માને યાદ કરો. 

You might also like