મહારાષ્ટ્રમાં હવે હશે પાંચ દિવસનું વર્કિંગ વીક!  

મુંબઈઃ કેન્દ્ર સરકારની જેમ મહારાષ્ટ્રમાં પણ સરકારી કામકાજના દિવસો અઠવાડિયામાં છથી ઘટીને પાંચ થઈ શકે છે. અા માટે રાજ્યના મુખ્ય સચિવ સ્વાધીન ક્ષત્રિય પાસે પ્રસ્તાવ મોકલવામાં અાવશે. અેવું માનવામાં અાવી રહ્યું છે કે અા માટે અધિકારીઅો તૈયાર છે. ખૂબ જ જલદી અા પ્રસ્તાવ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પાસે સહમતિ માટે મોકલવામાં અાવશે. મુખ્યપ્રધાનની મંજૂરી બાદ પાંચ દિવસના કામકાજનો પ્રસ્તાવ રાજ્ય કેબીનેટમાં મોકલવામાં અાવશે.જ્યાં તેની પર સિક્કો વાગ્યા બાદ તેને લાગુ કરી શકાશે.રાજ્યના સરકારી કર્મચારી અધિકારી સંગઠનોઅે ગયા મહીને મુખ્યપ્રધાન ફડનવીસની મુલાકાત લીધી હતી. તેની માંગણી છે કે રિટાયર્ડમેન્ટની ઉંમર ૫૮થી વધારીને ૬૦ વર્ષ કરવામાં અાવે. કામકાજના દિવસો અઠવાડિયામાં છથી ઘટાડીને પાંચ કરવામાં અાવે. તેની પાછળ એ તર્ક છે કે પાંચ દિવસનું અઠવાડિયું કરવાથી કર્મચારીઅોની કામ કરવાની ક્ષમતા વધશે અને સરકારનો ખર્ચો પણ ઘટશે. સંગઠન ત્યાં સુધી તૈયાર છે કે જો પાંચ દિવસનું વર્કિંગ વીક થાય તો ત્યાંના લોકો રોજ ૪૫ મિનિટ વધુ કામ કરવા તૈયાર છે. અેમ પણ મહીનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. હાલમાં કામકાજનો સમય સવારે ૯.૪૫થી સાંજે ૫.૩૦ સુધીનો છે. 
 
You might also like