મહાગઠબંધનથી અલગ થવા મુદ્દે મુલાયમને શાહી ઇમામની ચેતવણી

લખનૌઃ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીઅે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવને એક પત્ર લખીને બિહારના મહાગઠબંધનથી અલગ થવા સામે ચેતવણી અાપી છે. તેમણે મુલાયમસિંહ યાદવને અા બાબતે પુનઃ વિચારણા કરવા જણાવ્યું છે.

બુખારીઅે મુલાયમસિંહ યાદવને જણાવ્યું હતું કે મહાગઠબંધનથી અલગ થવાના સપાના નિર્ણયથી સેક્યુલર બળોથી ખાસ કરીને મુસ્લિમો ચિંતિત છે. જો મુલાયમસિંહ યાદવ મહાગઠબંધનમાં ફરીથી સામેલ નહીં થાય તો એવું માની લેવામાં અાવશે કે તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.

બુખારીઅે પત્રમાં અન્ય કેટલીક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે એવો અાક્ષેપ કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિના કારણે મુસ્લિમો અને દ‌િલતો પાછળ ધકેલાઈ ગયા છે. દેશની અેકતા અને શાંતિ પર ખતરાનાં વાદળો છવાયાં છે. મુસ્લિમોઅે મુલાયમસિંહની સેક્યુલર છબી પર વિશ્વાસ મૂકીને કોમી તાકાતો વિરુદ્ધ લડવા માટે ઉત્તર પ્રદેશમાં સપાને મત અાપ્યા હતા અને જો અા સંજોગોમાં મુલાયમસિંહ બિહારના મહાગઠબંધનથી છેડો ફાડી નાખશે તો મુસ્લિમ કોમનો તેમના પરનો વિશ્વાસ ડગમગી જશે. 

અા પત્ર દ્વારા બુખારીઅે મુલાયમસિંહને તેમના ચૂંટણીમાં અાપવામાં અાવેલા કેટલાંક વચનો પણ યાદ અપાવ્યાં હતાં. ઇમામ બુખારીઅે જેલમાં બંધ નિર્દોષોની મુક્તિ, સચ્ચર સમિ‌તિના અહેવાલનો અમલ, સુરક્ષાદળોમાં મુસ્લિમોની ભરતી, રાજ્યમાં સરકારી ઉર્દૂ મીડિયા શાળાઅો, મુસ્લિમોને અનામત અને ઉર્દૂ શિક્ષકોની નિમણૂક જેવા મુદ્દે તેમણે અાપેલાં વચનોનો અમલ કરવા વિનંતી કરી હતી.

You might also like