મસાનઃ ફિલ્મ રિવ્યું 

દ્રશ્યમ ફિલ્મ્સ, મેક્સર પ્રોડક્શન્સ, સિપ્થા એન્ટરટેઇન્મેન્ટ, ફેન્ટમ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવોન, મનીષ મુંદડા, ગુનીત મૌગા, શાન વ્યાસ નિર્મિત અને નીરજ ઘેવાન નિર્દેશિત ‘મસાન’ ફિલ્મનું સંગીત ઇન્ડિયન ઓશને આપ્યું છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા, સંજય મિશ્રા, વિકી કૌશલ, શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો છે.

આજના બનારસ પર આધારિત ફિલ્મ ‘મસાન’માં બે અલગ કહાણીઓ દર્શાવાઈ છે, જે બાદમાં એકબીજાને મળી જાય છે. પહેલી કહાણી દેવી (રિચા ચઢ્ઢા)ની છે. ફિલ્મ દેવી અને તેના સાથી વિદ્યાર્થી પીયૂષના એક હોટલમાં એકસાથે હોવાના દ્રશ્યથી શરૂ થાય છે. બંને ત્યારે ચોંકી જાય છે જ્યારે પોલીસ અચાનક તેમના રૂમમાં ઘૂસી જાય છે અને તેમના પર ખોટા ધંધામાં સામેલ હોવાના આક્ષેપ કરે છે. એ ઉપરાંત પોલીસ દબાણ કરીને દેવીને પોતાના ગુના કબૂલ કરાવતાે વીડિયો પણ બનાવે છે. બાદમાં દેવી અને તેના પરિવારને પોલીસ દ્વારા બ્લેકમેલ કરાય છે. ખાસ કરીને ઇન્સ્પેક્ટર મિશ્રા, જે દેવીના પિતા વિદ્યાધર પાઠક પાસે એક મોટી રકમ લાંચ તરીકે માગે છે.

ફિલ્મની બીજી કહાણીમાં દીપક (વિકી કૌશલ) બનારસનો રહેવાસી એક અછૂત જાતિનો નાનકડો છોકરો છે, તેની જાતિના કારણે તે ગંગાના ઘાટ પર કામ કરવા માટે મજબૂર થાય છે, જેમાં મૃતશરીરને સળગાવવા અને ક્રિયાકર્મનું કામ સામેલ છે. દીપક એ કામને નફરત કરે છે અને તેનાથી છુટકારો મેળવવા ઇચ્છે છે. દીપકની મુલાકાત શાલુ (શ્વેતા ત્રિપાઠી) સાથે થાય છે. દીપક તેને પ્રેમ કરવા લાગે છે, પરંતુ તેમની અલગ અલગ જ્ઞાતિઓના કારણે પારિવારિક અને સામાજિક ઝઘડાઓનો જન્મ થાય છે. 

You might also like