મશરૂમ તમારા સેલફોનને હવે પાવર અાપવા લાગશે  

પોર્ટાબોલ મશરૂમ્સ હવે લાંબો સમય ચાલતી બેટરી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. અા બેટરી ઈલેક્ટ્રિક વેહિકલ અથવા તો સેલફોનને પાવર અાપી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને રિવરસાઈડ બોર્ન્સ કોલેજ ઓફ એન્જિનિયરિંગના સંશોધકોએ પોર્ટાબેલા મશરૂમ્સ વાપરીને નવા પ્રકારની લિથિયમ અાયન બેટરી તૈયાર કરી છે જે એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી, સસ્તી અને સરળતાથી પ્રોડ્યુસ થઈ શકે એવી છે. હાલમાં રીચાર્જેબલ લિથિયમ અાયન બેટરી સિન્થેટિક ગ્રેફાઈટમાંથી બને છે જે બનાવવાનો ખર્ચ વધારે હોય છે એટલું જ નહીં, એની પ્રોડક્શન-પ્રોસેસ પર્યાવરણને નુકસાન કરે છે. રિસર્ચરોએ મશરૂમના બાયોમાસને પ્રોસેસ કરીન નવી બેટરી તૈયાર કરી છે. 
 
You might also like