મર્સિડીઝ-બેન્ઝે શહેરમાં અાઉટલેટ વર્કશોપ શરૂ કર્યો

અમદાવાદ: મર્સિડીઝ બેન્ઝે શહેરમાં તેના પ્રીમિયમ ગ્રાહકો માટે સર્ટિફાઈડ અાઉટલેટ શરૂ કર્યો છે. અા પ્રસંગે મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના સેલ્સ એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ બોરીસ ફીટ્ઝે જણાવ્યું હતું કે અા પ્રકારના અાઉટલેટ શહેરમાં શરૂ કરાતાં ગ્રાહકોને સારી સગવડ અને સુવિધા પ્રાપ્ત થશે. તેમણે જણાવ્યું કે અા અાઉટલેટના કારણે શહેરમાં પ્રીમિયમ ગ્રાહકોની વૃદ્ધિ જોવાશે. દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર સંજય ઠક્કરે અા ઉદ્ઘાટન પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે અા અાઉટલેટના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાહકોની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ નાણાકીય વિકલ્પો, સર્વિસ પેકેજની સારી સુવિધા મળશે.
You might also like