મયંક અને મનીષના શતક સાથે ભારત-એ ટ્રાઈ સિરિઝની ફાઈનલમાં

ચેન્નઈ : અહીંયા રમાઈ રહેલ ત્રિકોણીય સિરિજમાં મયંક અગ્રવાલ અને મનિષ પાંડેના શતકોની મદદથી ભારતએ આજે દક્ષિણ આફ્રિકા-એ ને ૩૪ રને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.મયંક અગ્રવાલે ૧૩૩ બોલમાં ૨૦ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૧૭૬ રન બનાવ્યા. જ્યારે મનીષ પાંડેએ ૮૫ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી નોટઆઉટ રહેતા ૧૦૮ રનનું યોગદાન આપ્યું હતું.

મુશ્કેલ લક્ષ્યનો જવાબ આપવા ઉતરેલ દક્ષિણ આફ્રિકાની ટીમ છ વિકેટે ૩૩૭ રન બનાવી શકી હતી. ઓપનિંગ બેટ્સમેન ક્વિંટન ડિકોકે ૮૬ બોલમાં ૧૧૩ અને રીની હેન્ડટિક્સે ૧૦૯ બોલમાં ૭૬ જ્યારે જોડોએ ૬૦ બોલમાં ૮૬ રનનો ફાળો આપ્યો હતો.

શુક્રવારે રમાનાર ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટોસ જીતી પહેલા ફિલ્ડિંગમાં ઉતરવાનો નિર્ણય ખોટો સાબિત કરતાં ભારતના ઓપનરો મયંક અગ્રવાલ અને કપ્તાન ઉમ્યુક્ત ચંદે શતકીય ભાગીદારી કરી મજબૂત પાયો નાખ્યો હતો. ત્રીજા ક્રમે ઉતરેલ મનીષ પાંડે અને અગ્રવાલે બીજી વિકેટમાં ૨૦૩ રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ફૂડ પોઈઝનિંગના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલ ૧૦ ખેલાડીઓમાં ડિકોકે આશાનું કિરણ જગાવતા શતક ફટકાર્યું હતું.

You might also like