મમતા દીદી હું ભારત રત્નનો હકદાર નથી- અમિતાભ

મુંબઈ. પદ્મ પુરસ્કારો પર થઇ રહેલી રાજનીતિ વચ્ચે તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમો તેમજ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને મોદી સરકાર વચ્ચે ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડાયો છે. 

મોદી સરકારે અમિતાભ બચ્ચની પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરી છે. ત્યારે આ બાબતને રાજનીતિ રૂપ આપતાં ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે, અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે તેથી તેમના માટે પદ્મ ભૂષણ પુરતો નથી. તેઓ ભારત રત્નના હકદાર છે. જોકે મમતા બેનરજીના આ ટ્વિટ પર અમિતાભે પણ પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે કે, હું આ પ્રકારની ઓળખનો હકદાર નથી. દેશે મને જે આપ્યું છે તેનાથી હું સમ્માનિત અને ગદગદિત છું.  

You might also like