મને ઈમોશનલ રોલ પસંદ છેઃ સ્નેહા ઉલ્લાલ

લાંબા સમય બાદ બોલિવૂડની ફિલ્મોમાં કમબેક કરનાર સ્નેહા ઉલ્લાલ બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ કરતાં અલગ છે. તેણે તેની પહેલી ફિલ્મ ‘લકી’માં કોલેજિયન છોકરી રુમઝુમનો રોલ ભજવ્યો હતો. ત્યારબાદ તેને કેટલાક એવા જ રોલ મળ્યા. પોતાને કેવા રોલ અને કેવી ફિલ્મો પસંદ છે તે અંગે વાત કરતાં સ્નેહા કહે છે કે મને ઈમોશનલ રોલ પસંદ છે, જેમાં મારા ભાગે રડવાનું અાવે તો પણ મને મંજૂર છે. 

તાજેતરમાં સ્નેહાએ ‘બેજુબાન ઈશ્ક’માં કામ કર્યું. અા ફિલ્મમાં કામ કરવાનું કારણ તે અા જ ગણાવે છે. તે કહે છે કે મારે અા ફિલ્મમાં રડવાનું હતું અને દર્શકોને રડાવવાના હતા. સ્નેહા કહે છે કે રડ્યા બાદ એક્ટિંગ વધુ ઊંડી બને છે, જેને ફિલ્મના માધ્યમથી દર્શાવાઈ છે.  સ્નેહા જ્યારે બોલિવૂડમાં એન્ટર થઈ ત્યારે તેના લુકની તુલના ઐશ્વર્યા સાથે થઈ હતી. અા જ વાત કદાચ તેને નુકસાન કરી ગઈ. તે કહે છે કે કરિયરના શરૂઅાતના દિવસોમાં એશ જેવી સ્ટાર સાથે મારી થયેલી તુલના મારા માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ. પોતાની નિષ્ફળતાને શું તે નસીબનો ખેલ માને છે? તે અંગે વાત કરતાં તે કહે છે કે કોઈની કરિયર નસીબ પર્ફોર્મન્સ અને અાગળ ફિલ્મો કરવાની રુ‌િચ પર નિર્ભર કરે છે.

You might also like