મતદાનનાં દિવસે બિહારમાં યોજાશે વડાપ્રધાનની રેલી

નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણીનાં કારણે દેશની રાજનીતિ હાલ ગરમ છે. 12 ઓક્ટોબરનાં રોજ બિહારનાં પહેલી ચરણનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. હાલનાં દિવસોમાં બિહારનાં કેમુરની રેલી જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષાનાં કારણોસર રદ્દ કરી દેવામાં આવી હતી. જો કે હવે મોદીની રેલીને લીલી ઝંડી મળી ગઇ છે. તેની પહેલા કેમુરનાં ડીએમ દેવેશ સેહરાએ આ રેલી નહી યોજવા માટે જણાવ્યું હતું. 

બીજી તરફ વિપક્ષી નેતા મોદીની રેલીને લીલી ઝંડી મળી જવાનાં કારણે ભારે પરેશાન છે. તેનું કહેવું છે કે ફસ્ટ ફેજનાં પોલિંગનાં દિવસે વડાપ્રધાનની બિહારમાં રેલીને મંજુરી મળવી ન જોઇએ. જો રેલી ન અટકાવાય તો કમિશને તેની રેલીને ટીવી પર દેખાડવાનો પ્રતિબંધ તો લગાવવો જ જોઇએ. અત્રે ઉલ્લેખનીય છેકે મોદી કૈમુરનાં ભભુઆ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરવાનાં હતા. 

ત્યારે બીજી તરફ જેડીયૂ ઇચ્છે છે કે બિહારમાં મતદાનનાં દિવસે વડાપ્રધાનની રેલી પર વડાપ્રધાન પ્રતિબંધ લગાવે. તેની પહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આ રેલીનાં લાઇવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધની માંગ કરી હતી. તેમણે કહ્યું કે 12 ઓક્ટોબરનાં રોજ બિહારનાં એક ભાગનાં પહેલા તબક્કાનું મતદાન થશે. તેનાં કારણે કોડ ઓફ કંડક્ટને ધ્યાનમાં રાખીને મોદીની રેલીનું લાઇવ ટેલિકાસ્ટ ન થવું જોઇએ. 

You might also like